સાનિયા રેકેટની રાણીઃ SRK

હૈદરાબાદઃ બોલિવૂડના સુપરસ્ટાર શાહરુખ ખાને ગઈ કાલે અહીં ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની આત્મકથા ‘એસ અગેઇન્સ્ટ ઓડ્સ’નું વિમોચન કર્યું હતું. આ દરમિયાન શાહરુખે કહ્યું, ”સાનિયા રેકેટની રાણી છે. સાનિયાએ અન્ય કોઈ પણ કરતાં ઘણું વધુ કામ કર્યું છે અને દેશને ગૌરવ અપાવ્યું છે. આપણે પી. ટી. ઉષા, મેરી કોમ અને સાનિયા મિર્ઝા જેવા લોકોને યાદ કરીએ છીએ, જેનાથી પ્રેરણા લઈને ઘણાં છોકરા-છોકરીઓએ રમતને પ્રોફેશનલ કરિયર તરીકે અપનાવી છે અને આપણા દેશનું ગૌરવ વધાર્યું છે.”

આ પ્રસંગે સાનિયાએ કહ્યું, ”ઈશ્વરની કૃપાથી મારી કરિયર લાંબી અને દિલચસ્પ રહી છે. ખુશ છું કે હું આને જાહેરમાં લાવી શકી.” સાનિયાના આ પુસ્તકમાં તેના મહિલા ડબલ્સમાં નંબર વન ખેલાડી બનવા અને મુશ્કેલીઓ તેમજ પડકારોનો સામનો કરતા પોતાનું સપનું પૂરું કરવા સુધીની સફરની જાણકારી આપવામાં આવી છે.

You might also like