દાવોસમાં કિંગખાનને WEFના 24મો ક્રિસ્ટલ એવોર્ડ એનાયત

સ્વિત્ઝરલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ નહીં બોલિવુડ કિંગખાન શાહરૂખ ખાન પણ સામેલ થયો છે. આ કાર્યક્રમમાં શાહરૂખનનો ક્રિસ્ટલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

આ અંગે કિંગ ખાને ડબ્લ્યુઇએફના આયોજકોને આભાર વ્યક્ત કર્યો. આ અગાઉ સ્વિત્ઝરલેન્ડની બરફની વાદીમાં પોતાની આગવી છટામાં સિગ્નેચર સ્ટાઇલમાં ફોટોશૂટ કરાવ્યું હતું.

બોલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાનને સ્વીત્ઝરલેન્ડના દાવોસમાં ક્રિસ્ટલ એવોર્ડ આપવામાં આવ્યો છે. શાહરૂખને દાવોસમાં આયોજીત વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં મહિલાઓ અને બાળકોના અધિકારના સમર્થનમાં નેતૃત્વ કરવા માટે સમ્માનિત કરવામાં આવ્યા.

24માં વાર્ષિક ક્રિસ્ટલ એવોર્ડ સમરોહમાં શાહરૂખાન સિવાલ અભિનેતા અને નિર્દેશક કેટ બ્લૈંચેટ અને ગાયક કલાકાર એલ્ટન જોનને એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે. મહત્વનુ છે કે, શાહરૂખ ખાન મીર ફાઉંડેશનના સંસ્થાપક છે અને એસિડ હુમલાની પીડિત મહિલાઓની સહાય, કાનૂની સહાય સહિતની મદદ કરે છે. શાહરૂખ ખાન હોસ્પિટલમાં બાળકોન વિશેષ વોર્ડ બનાવવા માટે મદદ કરે છે.

You might also like