લંડનમાં શાહરુખને લોકો ઓળખી ન શક્યાઃ જાતે જ સૂટકેસ ઉઠાવી

મુંબઇ: લંડનમાં લોકો શાહરુખ ખાનને ઓળખી ન શક્યા. શાહરુખ ખાન લંડનના ચારિંગ ક્રોસ સ્ટેશન પર પોતાની સૂટકેસ જાતે જ ઉઠાવીને ચાલતો હતો.  લંડનમાં પુત્ર આર્યન ખાનની ગ્રેજ્યુએશન સેરેમનીમાંથી પરત ફરેલા શાહરુખ ખાન અને ગૌરી ખાન રવિવારે સાંજે ચારિંગ ક્રોસ સ્ટેશન પર જોવા મળ્યાં હતાં. શાહરુખના હાથમાં સૂટકેસ હતી અને તે સિગારેટ પીતો કેમેરામાં કેદ થયો. ઇન્સ્ટાગ્રામ યુઝરે તેના ચાર ફોટા પોસ્ટ કર્યા છે. તેમાં તેણે એ ક્લિયર પણ કર્યું છે કે તે પાપારાઝી નથી. એસ.આર.કે.નો ફોટો જોઇને એક યુઝરે પૂછયું શું શાહરુખ ખાનને ત્યાં કોઇ ઓળખી ન શક્યું ? જવાબમાં તેણે લખ્યું આ જોઇને હું પણ ચોંકી ગયો. મને લાગ્યું તેના ચાહકો અથવા મીડિયા તેને ઘેરી લેશે, પરંતુ તેવું ન થયું.

You might also like