ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે શાહરૂખ ખાનને આપી નોટીસ

મુંબઇ: બ્લેક મની વિરુદ્ધની ગતિવિઘીમાં હવે બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન સરકારના નિશાન પર છે. ખાનને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી નોટીસ મળી છે. ડિપાર્ટમેન્ટે ખાન પાસેથી બરમૂડા, બ્રિટિશ વર્જિન આઇલેન્ડ અને દુબઇ જેવા વિદેશી જગ્યાએ તેના રોકાણની યાદી માંગી છે. ટેક્સ અધિકારીઓ પાસે ભારતીય નાગરિકોના વિદેશી રોકાણ માટે ઘણી જાણકારી છે. જો કે હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે ડિપાર્ટમેન્ટ પાસે ખાનની વિદેશી સંપત્તિઓમાં બ્લેક મની છે કે નહીં.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ‘આ નોટીસ ઇન્કમ ટેક્સ એક્ટના સેક્શન 131 હેઠળ મોકલવામાં આવી છે, જે ટેક્સ અધિકારીઓને તપાસ કરવા માટેનો અધિકાર આપે છે. એવું લાગે છે કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ટેક્સ હેવન દેશોની કંપનીઓમાં ખાનની જાહેર કરેલા રોકાણ પર જઇને આ ગતિવિધીઓ માટે જાણકારી મેળવવા માંગે છે. આ વ્યવહારમાં ખાનનો બિઝનેસ મેનેજર કરુણા બડવાલને મોકલવામાં આવેલા ઇમેલનો જવાબ મળ્યો નથી. ‘

જો કે ખાન ઉપરાંક બીજા કેટલાક અન્ય ઉદ્યોગપતિઓને આ રીતની નોટીસ મળી છે, જેમને સિંગાપુર દ્વારા આવી જ રીતનું રોકાણ કર્યું છે. આ કામ એવા સમયે થઇ રહ્યું છે, જ્યારે સરકાર બ્લેક મનીના ખુલાસામાં પોતના વાયદાને પૂરા કરવા માટે અમીર ભારતીયોની શોધખોળમાં પડી છે, જેને વિદેશમાં પોતાના બેંક ખાતા કે પ્રોપર્ટીની જાહેરાત કરી નથી.

સીનિયર ચાર્ટર્ડ અકાઉન્ટેન્ટએ જણાવ્યું કે, ‘સરકાર ઇન્કમ ડેક્લેરેશન સફળ બનાવવા માટે દરેક પ્રયત્નો કરી રહી છે. નોટીસો દ્વારા એવા મેસેજ આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે સરકાર ગંભીર છે અને જે લોકો છુપાલેવી આવકની જાહેરાત નહીં કરે, તેમને કાર્યવાહીનો સામનો કરવો પડશે.’ જો કે તેમાં કોઇ શંકાને સ્થાન નથી કે જેમને નોટીસ મોકલવામાં આવી છે અથવા જેની તપાસ થશે. તે આઇડીએસનો વિકલ્પ પસંદ કરી શશે નહીં. જો કે, આ રીતની કાર્યવાહીથી ટેક્સથી બચવા માટે પહેલા કોઇ પણ વ્યક્તિ બીજી વખત વિચારશે.

You might also like