સુહાનીના બિકની વાળા ફોટા પર શાહરૂખે તોડ્યું મૌન

બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાને છેવટે પોતાની પુત્રી સુહાનીના બિકની વાળા ફોટા પર મૌન તોડતા કેટલાક એવા જવાબ આપ્યા કે લોકોના મોં બંધ થઇ ગયા.

હકીકતમાં થોડાક સમય પહેલા સુહાનના ફોટો સોશિયલ મિડીયા પર વાયરલ થયા હતાં તેમાં તે ટુ પીસ બિકનીમાં જોવા મળી રહી હતી. તેની સાથે તેનો નાના ભાઇ અબરામ પણ હતો. સુહાનીનો આ બિકની ફોટો ઘણો ચર્ચાનો વિષય બન્યો હતો.

તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં જ્યારે શાહરૂખ ખાનને આ માટે પ્રશ્ન કરવામાં આવ્યો તો કિંગ ખાને કંઇક આવી રીતે જવાબ આપ્યો, ‘સુહાના દરિયા કિનારે પોતાના ભાઇની સાથે બિકનીમાં હતી. અને મિડીયા માટે પુત્રીનો ફોટો હેડલાઇન બની ગયો. શું આ ઘટીયા નથી? મારી પુત્રી 16 વર્ષની છે અને તે આ વાતને લઇને ઘણી ઓકવર્ડ ફીલ કરવા લાગી છે. અહીંયા કોઇ બીજાના ન્યૂડ ફોટો હોત તો તમને કોઇ પરેશાની થાત નહી. પરંતુ તે મારી પુત્રી છે એટલા માટે આ વાત પર આટલી બબાલ કરવામાં આવી રહી છે.

જો કે શાહરૂખ ખાનનો આ જવાબ ખરેખર બધાના મોઢા પર તાળું મારી દીધું છે. કારણ કે દરેક લોકો જાણે છે કે બોલીવુડમાં સુહાના હોય, અબરામ ક્યાં તો આર્યન કિંગ ખાન ત્રણે બાળકો ઘણા લોકપ્રિય છે. એવામાં તેમની નાની નાની વસ્તુઓ ચાહકોની વચ્ચે પોપ્યુલર થવા લાગે છે.

You might also like