અસહિષ્ણુતા પર સવાલ પુછાયો, શાહરુખે કહ્યું: અા યોગ્ય મંચ નથી

નોઇડા: અસહિષ્ણુતા પર ટિપ્પણી કરીને વિવાદોમાં ઘેરાયેલા અભિનેતા શાહરુખેે આ વિવાદાસ્પદ મુદ્દા પર ફરી નહીં બોલવાનો વિકલ્પ પસંદ કર્યો છે. આ વિષય પર એક સવાલ તેણે ટાળી દીધો હતો. શાહરુખ અહીં એન્ટરટેઇનમેન્ટ થીમ પાર્ક કિડઝાનિયા અંગે વાત કરવા અાવ્યો હતો. પ૦ વર્ષીય શાહરુખે કહ્યું હતું કે આ કાર્યક્રમ આવા વિષયો અંગે વાત કરવા માટે યોગ્ય મંચ નથી.

અસહિષ્ણુતા જેવા રાષ્ટ્રીય વિષયો પર પોતાના વિચારો વ્યકત કરવામાં ફિલ્મી હસ્તીઓએ સચેત રહેવું જોઇએ. તેણે કહ્યું કે હું એક વાત સમજી ગયો છું કે કોઇ પણ વ્યકિતએ મંચને ધ્યાનમાં રાખીને કોઇ પણ મુદ્દે બોલવું જોઇએ. તેણે કહ્યું કે અસહિષ્ણુતા મુદ્દે વાત કરવામાં આ યોગ્ય મંચ નથી. આપણે કોઇ બીજા મંચ પર મળીશું અને આ અંગે વાત કરીશું. ખાસ તો એવી જગ્યાએ જ્યાં લોકો અસહિષ્ણુતા પર ચર્ચા કરી રહ્યા હોય.

શાહરુખે તેનાં બાળકો અંગે કહ્યું કે મારાં બાળકો મારાં સૌથી સારાં મિત્રો છે. શાહરુખને ત્રણ સંતાન છે આર્યન, સુહાના અને અબરામ. શાહરુખે કહ્યું કે હું એમ નહીં કહું કે મારાં બાળકો અંગે બધું જ સમજું છું, પરંતુ ૧૦થી ૧ર કલાકના શૂટિંગ બાદ જ્યારે હું ઘરે હોઉં ત્યારે મારાં બાળકો સાથે સમય વીતાવું છું.

You might also like