શાહરુખની ટ્રિનિદાદ એન્ડ ટોબેગો હવે ત્રિનબાગો નાઇટ રાઇડર્સ બનશે

નવી દિલ્હીઃ ત્રિનિદાદ એન્ડ ટોબેગો ફ્રેંચાઇઝીને હવે હીરો કેરેબિયન પ્રીમિયર લીગમાં ત્રિનિદાદ એન્ડ ટોબેગો રેડ સ્ટીલના નામથી નહીં, બલકે ત્રિનબાગો નાઇટ રાઇડર્સ (ટીકેઆર)ના નામથી ઓળખવામાં આવશે. આ કંપનીમાં બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાન સહમાલિક છે. ત્રિનબાગો નાઇટ રાઇડર્સના સહમાલિક શાહરુખે કહ્યું કે, ”ત્રિનિદાદ એન્ડ ટોબેગોની ક્રિકેટ પરંપરાનો હિસ્સો હોવું અને સન્માનની વાત છે. અમે આ પરંપરાને કાયમ રાખવા માટે સંભવિત દરેક ચીજ કરીશું અને ત્રિનબાગોના બધા લોકોના ક્રિકેટ પ્રત્યેના ઝનૂન અને સહયોગ માટે આભાર વ્યક્ત કરીએ છીએ.”

You might also like