આમીર, શાહરૂખ અને આઝમ જે થાળીમાં ખાય છે તેમા જ છેદ કરી રહ્યા છે : સાધ્વી પ્રાચી

જમશેદપુર : વિહિપનાં રાષ્ટ્રીય નેતા, દુર્ગા વાહીનીનાં સંસ્થાપક અને હિન્દુવિચારક સાધ્વી ડૉ. પ્રાચીએ કહ્યું કે આમિર અને શાહરૂખ આઝમખા સાથે મળીને દેશની છબી ખરાબ કરી રહ્યા છે. આ તમામ દેશમાં અસહિષ્ણુતાનાં ખોટા આરોપો લગાવી રહ્યા છે. તેણે આરોપ લગાવ્યો કે અમુક દેશદ્રોહી તત્વો પોતાનાં સન્માન પણ પરત કરીને દેશની છબી ખરાબ કરી રહ્યા છે. આવું જ કામ આમીર અને શાહરૂખે કર્યું છે.
અયોધ્યામાં રામ મંદિરનાં મુદ્દે તેમણે કહ્યું કે રામ મંદિર અમારૂ હતું, અમારૂ છે અને અમારૂ જ રહેશે. અમ અયોધ્યામાં રામલલાનું મંદિર બનાવીને જ રહીશું. આ અંગે વિવાદ કરનારા લોકોને પુછો કે રામ મંદિર અયોધ્યામાં નહી તો શું પાકિસ્તાનમાં બનાવવું જોઇએ ?
એક ખાનગી કાર્યક્રમમાં ભાગ લેવા માટે જમશેદપુરમાં આવેલ સાધ્વી પ્રાચીએ કહ્યું કે આખા દેશમાં ગૌહત્યા પર પ્રતિબંધ લગાવવામાં આવવો જોઇએ. તમામ રાજ્યની સરકાર દ્વારા આનું કડકાઇથી પાલન પણ કરવું જોઇએ. વિહીપ ભારત સરકાર પર સતત આ મુદ્દે દબાણ લાવવાનાં પ્રયાસો કરી રહ્યું છે. ટુંક જ સમયમાં આનાં પરિણામો પણ સામે આવશે. દેશનાં કોઇ પણ ખુણામાં ગૌહત્યા સહી લેવામાં નહી આવે.

You might also like