જાણો, શા માટે સાદાબ ખાને સાનિયા મિર્ઝાને ‘સોરી ભાભી..’ કહેવું પડ્યું..

 

પાકિસ્તાને શ્રીલંકા સામે એક તરફી જીત મેળવી હતી. ‌સિરીઝ જીત્યા પછી પાકિસ્તાની ખેલાડી શોએબ મલિકને મેન ઓફ ધ મેચથી નવાજવામાં આવ્યો હતો અને ઇનામમાં મલિકને બાઇક મળ્યું હતું, જેના પછી સાનિયા મિર્ઝાએ શોએબ પાસે એક એવી ચીજ માગી હતી, જેના લીધે પાકિસ્તાની ખેલાડીએ ‘સૉરી ભાભી’ કહેવું પડ્યું હતું.

સાનિયા મિર્ઝા શોએબ મલિકને ચિયર કરવા પાકિસ્તાન પહોંચી હતી અને તે ઘણી વખત ગ્રાઉન્ડ પર દેખાઈ હતી. સાનિયા દરેક અવસરે શોએબને ચિયર કરતી નજરે પડી હતી. ભલે તે દરેક વખતે ગ્રાઉન્ડ પર ના પહોંચી શકી હોય, પરંતુ સોશિયલ મીડિયા મારફતે તે શોએબ મલિકને શુભેચ્છા પાઠવતી હતી. તેની આ ફની ટૉક વાઇરલ થઈ ગઈ છે, જેને
પ્રશંસકો શેર કરી રહ્યા છે.

જોકે શોએબ મલિકને ઇનામમાં બાઇક મળ્યું હતું, શોએબ જ્યારે ગ્રાઉન્ડ પર બાઇક દોડાવી રહ્યો હતો ત્યારે શાદાબ ખાન પાછળ બેઠો હતો. સાનિયાએ ત્યારે શોએબ મલિકને ટ્વિટર પર પૂછ્યું કે, ”ચલેં ‌ફિર ઈસ પે?” તેના જવાબમાં શોએબ મલિકે જવાબ આપ્યો કે, ”હા..હા… જલદી તૈયાર થઈ જા. હું રસ્તામાં છું.” આ પછી સાનિયાએ ચૂટકી લેતાં શોએબને ટ્વિટ
કરી ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં શોએબ મલિક શાદાબ ખાનની સાથે બાઇક પર ચક્કર લગાવી રહ્યો હતો અને બીજી ટ્વિટમાં કહ્યું, ”ઓકે, કોઈ વાંધો નહીં. મને લાગે છે કે સીટ પહેલાંથી બુક થઈ ગઈ છે.”

જેના પછી શોએબે ટ્વિટ કરી લખ્યું કે, ”ના ના, હું તેને ગ્રાઉન્ડમાં છોડીને આવ્યો છું, એવું કોઈ ચક્કર નથી.” જેને જોઈ શાદાબ ખાને ટ્વિટ કરી લખ્યું, ”ઉપ્સ સૉરી ભાભી!” આ તમામ ટ્વિટર પ્રશંસકો પણ વાંચી રહ્યા હતા અને જોતજોતામાં ચેટ વાઇરલ થઈ ગઈ હતી.

You might also like