નીરજાની માતાની ભૂમિકા ભજવવી મોટી જવાબદારી હતી: શબાના

નવી દિલ્હી: નીરજા ભનોટની માતાના વ્યક્તિત્વનો અનુભવ કરનારી અભિનેત્રી શબાના આઝમીએ કહ્યું હતું કે, તેમની આગામી ફિલ્મ ‘નીરજા’માં નીરજાની માતાની ભૂમિકા ભજવવી એક મોટી જવાબદારી હતી. આ ફિલ્મ પૈન એમ મુંબઇ-ન્યુયોર્ક વિમાનની એરહોસ્ટેસ નીરજા ભનોટની છે. અપહરણ કરાયેલ વિમાની યાત્રાળુઓનાં જીવ બચાવનારી નીરજાની આતંકવાદીઓએ હત્યા કરી દીધી હતી.

સોનમ કપૂર અભિનીત આ ફિલ્મની કહાની કરાચી હવાઈ મથક પર વર્ષ 1986માં પૈન એમ ફ્લાઇટ 73ને હાઈજેક કરી લેવામાં આવ્યું તે સમયની છે. શબાના આઝમીએ નીરજાની માતા રમા ભનોટની સાથે પોતાની મુલાકાતનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, મને રમાજીને મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. હું તેમને મળી અને તેમનાથી ખુબ જ પ્રભાવિત થઇ હતી. મને તેમની સાથે લગાવ અનુભવાયો હતો. મેં અડધો કલાક સુધી તેમની સાથે વાતચીત કરી હતી. તે દરમિયાન મને એવું લાગતું હતું કે જાણે વર્ષોથી અમે એકબીજાની જાણીએ છીએ.

You might also like