ઇદગાહમાં કંઇક આવું લુક છે શબાના આઝમીનું

મુંબઇ: જાણીતી અભિનેત્રી શબાના આઝમીએ પોતાની આગામી ફિલ્મ ઇદગાહમાં પોતાના લુકનો એક ફોટો શેર કર્યો છે. સમજાવામાં આવી રહ્યું છે કે ફિલ્મ મુંશી પ્રેમચંદની આ નામની લઘુકથા પર આધારિત છે. પીયૂષ પંજવાની તેના નિર્દેશક છે.

શબાનાએ ટિ્વટર પર ફોટો શેર કર્યોજેમાં ફક્ત તેનું મોઢું જ દેખાય છે. અને તે મેકઅપ વગરની છે. તેને તેના માથા પર દુપટ્ટો ઓઢેલો છે. ફોટા સાથે અભિનેત્રીએ લખ્યું હતું કે, ‘ટિ્વટર ઉપયોગ કરનારા લોકો મહેરબાની કરીને મારી નવી ફિલ્મમા મારા આ લુકને લઇને પ્રતિક્રિયા આપો.’

ફોટા પર ઋષિ કપૂર, સુનિધિ ચૌહાણ, રોહિત રોય જેવા ફિલ્મ જગતની જાણીતી સેલિબ્રિટી અને ચાહકોએ તેની પ્રતિક્રિયા કરી હતી, શબાનાએ સકારાત્મક પ્રતિક્રિયાઓ માટે પોતાના ચાહકોને આભાર વ્યક્ત કર્યો હતો.

You might also like