ઓવૈસીને માતા સામે વાંધો હોય તો ભારત અમ્મી કી જય પણ બોલી શકે : શબાના

નવી દિલ્હી : હૈદરાબાદનાં સાંસદ અને ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇતેહાદુલ મુસલમીન (એમઆઇએમ)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી દ્વારા ભારત માતા કી જય કહેવાનો ઇન્કાર કર્યા બાદ વિવાદ ચાલી રહ્યો છે. જેમાં અભિનેત્રી શબાનાં આઝમીએ પણ ઝુંકાવ્યું છે. શબાનાએ ઓવૈસી પર પ્રહાર કરતા કહ્યું કે જો તેને માતા બોલવા સામે સમસ્યા હોય તો શું તે ભારત અમ્મી કી જય બોલશે. શબાના આઝમીએ ઇન્ડિયા ટુડેનાં એક કાર્યક્રમમાં કહ્યું કે હું ઓવૈસી સાહેબે પુછવા માંગુ છું કે તેને ભારત માતાનાં બદલે ભારત અમ્મી કી જય બોલવામાં તો કોઇ પેરશાન ન હોવી જોઇએ.

જો કે ઓવૈસી પર ચાબખો વિંઝતા કહ્યું કે ભારત અમ્મી કી જય પણ બોલી શકે છે. જો કે તેને માતા સામે વાંધો હોય તો જ તે શક્ય છે પરંતુ તેને ભારત સામે જ વાંધો હોય તો પછી તેનો કોઇ ઉકેલ નથી. કાર્યક્રમમાં શબાનાનાં પતિ અને પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તરે ઓવૈસીને દેશદ્રોહી કહેવાનો ઇન્કાર કરી દીધો હતો. તેણે કહ્યું કે ઓવૈસી બીજું કાઇ નહી પણ એક શેરી માત્રનો નેતા છે. તેણે કહ્યું કે હૈદરાબાદ ઉપરાંત ભારતનાં કોઇ પણ વિસ્તારમાંથી પછી ભલે તે વિસ્તારમાં 50 ટકા હિન્દુ અને 50 ટકા મુસ્લિમો રહેતા હોય, સામે ચૂંટણી લડવા માટે તૈયાર છે.

You might also like