એસ.જી. હાઈવે પર બે કાર ટકરાઈઃ ચારને ઈજા

અમદાવાદ: શહેરનાં સરખેજ-ગાંધીનગર હાઇવે પર વાયએમસીએ કલબ પાસે ગત મોડી રાત્રે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ચાર વ્યક્તિને ઇજા થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. આનંદનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ સરખેજ નજીક આવેલા સનાથલ ગામમાં આવેલા મુખીવાસમાં અરવિંદસિંહ ચૌહાણ પરિવાર સાથે રહે છે.

ગઇ કાલે મોડી રાત્રે અરવિંદસિંહ પોતાની કાર લઇ એસ.જી. હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા. દરમ્યાનમાં વાયએમસીએ કલબ નજીક આવેલા ત્રણ રસ્તા પાસે પૂરપાટ ઝડપે આવેલી મહારાષ્ટ્ર પાસિંગની કારે તેઓની કારને જોરદાર ટક્કર મારી હતી.

ટક્કર વાગતાં કારમાં બેેઠેલા દિગ્વિજય ચૌહાણને ઇજા થઇ હતી. આ ઉપરાંત ત્રિલોક શ્રીવાસ્તવ, ભોલેનાથ તિવારી અને શ્રવણ માળીને પણ સામાન્ય ઇજા થઇ હતી. અકસ્માત થતાં લોકો ભેગા થઇ ગયા હતા. ઘટનાની જાણ આનંદનગર પોલીસને કરાતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી. આનંદનગર પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

http://sambhaavnews.com/

You might also like