એસ.જી. હાઈવે પર પોલીસકર્મીને છરી બતાવી મોબાઈલ ફોનની લૂંટ

અમદાવાદ: શહેરના એસ.જી. હાઈવે પર વહેલી સવારે પોલીસ કર્મચારી પાસેથી એક યુવક અને યુવતીએ મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હોવાની ઘટના બની છે. આ અંગે સરખેજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

એલિસબ્રિજ પોલીસ લાઈનમાં રહેતા મેઘજીભાઈ સોલંકી ગઈકાલે વહેલી સવારે એસ.જી. હાઈવે પર સાણંદ સર્કલ પાસે સર્વિસ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક્ટિવા પર એક યુવક અને યુવતી તેમની પાસે આવ્યા હતા અને છરી બતાવી મોબાઈલ ફોનની લૂંટ કરી હતી. મોબાઈલ ફોનની લૂંટ કર્યા બાદ યુવક-યુવતી ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ અંગે મેઘજીભાઈએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

You might also like