ચાંદખેડાના 4D સ્ક્વેર મોલમાં બુદ્ધા રિલેક્સિંગ સેન્ટરની આડમાં સેક્સ રેકેટ ઝડપાયું

અમદાવાદ: વિસત-ગાંધીનગર હાઈવે પર આવેલા 4D સ્ક્વેર મોલમાં સ્પા સેન્ટરની આડમાં ચાલતા સેક્સ રેકેટનો ચાંદખેડા પોલીસે પર્દાફાશ કર્યો હતો, જેમાં પોલીસે ત્રણ ગ્રાહક, મેનેજર સહિત ચારની ધરપકડ કરી છે. સુરતનો યુવક અમદાવાદમાં આ સ્પા સેન્ટરની આડમાં સેક્સ રેકેટ ચલાવતો હતો. રિલેક્સિંગ સેન્ટરના બહાના હેઠળ બે થાઈ યુવતીઓને નોકરીએ રાખી સેક્સ રેકેટ ચલાવાતું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

મળતી માહિતી મુજબ ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ હાર્દિક ચાવડાને બાતમી મળી હતી કે વિસત-ગાંધીનગર હાઈવે પર 4D સ્ક્વેર મોલમાં ‘લોર્ડ બુધ્ધા રિલેક્સિંગ સેન્ટર’માં સ્પાના ઓઠા હેઠળ સેક્સ રેકેટ ચાલે છે, જેના આધારે પોલીસે દરોડો પાડી ત્રણ ગ્રાહક, એક મેનેજર સહિત ચારને ઝડપી પાડ્યા હતા. બે થાઈ યુવતીઓને નોકરીએ રાખી હતી.

સુરતનો આશિષ અવસ્થી નામનો યુવક આ સ્પા સેન્ટરનો માલિક હોવાનું બહાર આવ્યું છે, જેને ઝડપવા પોલીસે કવાયત હાથ ધરી છે. થાઈલેન્ડની બંને યુવતીઓ વિઝિટર વીઝા પર અહીંયાં આવી છે અને તેઓ પાસે વર્ક પર‌િમટ ન હોવા છતાં સ્પા સેન્ટરમાં કામ કરતી હતી.

ઝડપાયેલા આરોપીનાં નામ
રાજેશ તેજરાવ ખરાત (રહે. 4D સ્ક્વેર મોલ, ચાંદખેડા)
અમિત ઉર્ફે આર્યન ચાવડા (રહે. સ્વામિનારાયણપાર્ક, નરોડા)
વિપુલ જેઠાલાલ પટેલ (રહે. પુષ્પ રેસિડેન્સી, વસ્ત્રાલ)
કાર્તિક શૈલેશભાઈ પટેલ (રહે. જૈન દેરાસર ખડકી, અડાલજ)
આશિષ અવસ્થી (રહે.સુરત-વોન્ટેડ)

You might also like