રોજેરોજ કરો સેક્સ કરો તો દેખાશો એકદમ યંગ, નહીં પડે કરચલીઓ!

728_90

શારીરિક સંબંધ બાંધવો તે માત્ર પ્રજનન માટે કે માત્ર આનંદની વસ્તુ નથી, તેવું અનેક રિસર્ચમાં સાબિત થયું છે. શારીરિક સંબંધ માણસના સ્વાસ્થય માટે પણ સારું છે, તેવું પણ અભ્યાસમાં સાબિત થયું છે.

આવા જ એક રિસર્ચમાં સાબિત થયું છે કે, નિયમિત રીતે શારીરિક સંબંધ બાંધવાથી ત્વચામાં ગ્લો આવે છે અને તમારી વાસ્તવિક ઉંમર કરતા તમારી ઉંમર નાની દેખાય છે. આ શોધમાં કહેવાયું છે કે, જે લોકો અઠવાડિયામાં ઓછામાં ઓછું ત્રણ વાર સેક્સ માણે છે, તેમની ઉંમર હોય તેના કરતાં નાની દેખાય છે.

એટલું જ નહીં સેક્સ માણવાથી શારીરિક સુખની સાથે તમારા હોર્મોન્સની માત્રા પણ વધી જાય છે અને તમારા ચહેરા પર એક અલગ જ પ્રકારની ચમક દેખાય છે. તો, આવો જાણીએ કે સેક્સના કારણે તમારી ત્વચા અને તમારા ચહેરા પર શું ફેરફાર દેખાય છે.

1) વધતી ઉંમર દેખાય છે ઓછી
શારીરિક સંબંધ બાંધવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. શરીરમાં થતો પરસેવો શરીરની અંદરના ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે.

2) ત્વચા નરમ બને છે
નિયમિત રીતે સેક્સ કરવાથી શરીરમાં એસ્ટ્રોજનનું પ્રમાણ વધે છે, જે ત્વચાને શુષ્ક બનાવતી અટકાવે છે અને સ્કિનની ઈલેસ્ટિસિટીને વધુ સારી બને છે. જેના કારણે ત્વચા નરમ બને છે અને કરચલીઓ જલ્દી પડતી નથી.

3) ખીલ ઓછા થાય છે
ત્વચા પર ખીલ થવાનું સૌથી મોટું કારણ છે તણાવ. શરીરમાં સ્ટ્રેસ જણાય ત્યારે સેક્સ કરવાથી તેમાં ઘણી રાહત મળે છે. સેક્સ બાદ શરીર રિલેક્સ થાય છે. સેક્સ બાદ શરીરમાં ખુશી વધારતા હોર્મોન્સમાં વધારો થાય છે. જેના કારણે ખીલ ઓછા થાય છે.

4) કોશિકાઓ રિપેર થાય છે
ડૉક્ટર્સનું માનવું છે કે, જ્યારે આપણે સેક્સ કરીએ છીએ ત્યારે શરીરમાં ઑક્સિટોસીન અને બીટા એન્ડોર્ફિન્સ જેવા એન્ટિ ઈન્ફ્લેમેટ્રી મૉલેક્યૂલ્સનું સ્તર વધી જાય છે. જેનાથી શરીરની ક્ષતિગ્રસ્ત કોશિકાઓને રિપેર કરવામાં મદદ મળે છે.

You might also like
728_90