સેક્સ સાથે જોડાયેલી આ વાતો એક છોકરી ફક્ત તેની સ્ત્રી મિત્રને જ જણાવે છે

તમે ગર્લ્સ ટોક માટે સાંભળ્યું હશે. એવી વાતો જે છોકરીઓ ધીરા અવાજમાં એકબીજાને કરે છે. આ એ વાતો હોય છે એક છોકરી ફક્ત બીજી છોકરીને જ કરે છે.

હાલમાં એક અભ્યાસ પરથી  જાણવા મળ્યું છે કે અમુક એવી વાતો હોય છે કે એક છોકરી, ફક્ત બીજી છોકરીને જ કહેવાનું પસંદ કરે છે. અભ્યાસ પ્રમાણે, મોટા ભાગની છોકરીઓ સેક્સ સંબંધ માટે ફક્ત તેમની બહેનપણીઓ સાથે જ વાત કરવાનું પસંદ કરે છે. બહેનપણી ઉપરાંત તે તેના પાર્ટનર સાથે પણ આ બાબતે વાત કરી લે છે.

જો કોઇ છોકરી તેના પુરુષ સાથીને દગો આપી રહી છે તો તે વાત પણ તેની સ્ત્રી મિત્ર સાથે શેર કરે છે. આશરે 33 ટકા મહિલાઓ તેની બહેનપણીને તેના દગા માટે જણાવે છે જ્યારે 5 ટકા મહિલાઓ તેમના પાર્ટનર સાથે આ રાઝ શેર કરે છે. અભ્યાસ અનુસાર, 1/3 મહિલાઓ તેમની બહેનપણીઓ સાથે તેમના પાર્ટનર માટે વાત કરવાનું પસંદ કરે છે. આ ઉપરાંત તે એક કરતાં વધારે પુરુષો સાથે છે તો તે પણ તેમની બહેનપણીને જણાવે છે.

38 ટકા મહિલાઓ તેમની સેક્સ લાઇફ માટે તેમની મિત્રોને કહે છે. જ્યારે 1/4 મહિલાઓ કંઇ પણ રોમાંચક કરે છે તે તેની મિત્રને આ માટે જરૂર બતાવે છે,
વિમેન્સ ઇન્ટિમેટ હેલ્થ બ્રાન્ડ બેલેન્સ એક્ટિવ દ્વારા કરવામાં આવેલા આ અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે પ્રેમ સંબંધો અને શારિરીક સંબંધોને લઇને જે મહિલા તેમના પાર્ટનર કે બોયફ્રેન્ડને કહેતી નથી તેવી મહિલાઓ તેમની બહેનપણીને કહેવું વધારે પસંદ કરે છે. જો કે બધું શેર કરતી હોવા છતાં મોટાભાગની મહિલાઓ સેક્સ્યુલ હેલ્થ માટે ઓછી વાત કરવાનું પસંદ કરે છે. આ બાબતે તેઓ તેમની ફ્રેન્ડને પણ અજાણ રાખે છે. પાંચ માંથી એક મહિલા તેમની સેક્સ્યુલ હેલ્થ માટે તેમની ફ્રેન્ડને કહે છે.

અભ્યાસમાં કહેવાયું છે કે પાર્ટનર કે બોયફ્રેન્ડ સાથે આવી વાતો છુપાવાનું સૌથી મહત્વપૂર્ણ એ કારણ છે કે હિલાઓને ડર હોય છે તેમની સાથી તેમનાથી નારાજ થઇ જાય છે.

You might also like