મુંબઇમાં હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ, બે મોડલ્સને મુક્ત કરાઇ

મુંબઇ: મુંબઇ પોલીસે સમાજસેવા શાખાની મદદથી સોમવારે મોટી રાત્રે રેડ પાડી એક સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી બે મોડલ્સને એજન્ટોની ચંગુલમાંથી મુક્ત કરાવી હતી. આ મામલે એક એજન્ટની ધરપકડ કરવામાં આવી છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

સમાજસેવા શાખાના અધિકારીઓને જાણકારી મળી છે કે ગોરેગાંવમાં દેહ વેપાર માટે મોડલ્સ જવાની છે. ત્યારબાદ પોલીસે જાળ પાથરી અને ઓબેરોય મોલ નીચે એક કારમાંથી બે મોડલ્સ મળી આવી.

ઇમ્મોરલ ટ્રાફિક પ્રિવેંશન એક્ટ (પીટા) અને દેહવેપારની વિભિન્ન કલમો હેઠળ પોલીસે કેસ દાખલ કર્યો છે અને તપાસ ચાલુ છે.

You might also like