માર્કેટમાં આવ્યું ઇકો ફ્રેન્ડલી ‘શાકાહારી’ કોન્ડમ

સસ્ટેન નેચરલ બ્રાન્ડ નામથી માર્કેટમાં એક ‘શાકાહારી’ કોન્ડમ આવી ગયું છે. જે શાકાહારી લોકો કોઇ પણ પ્રકારની એનિમલ પ્રોડક્ટનો ઉપયોગ કરવાનું ટાળે છે, એમના માટે કંપનીએ સસ્ટેન કોન્ડમમાંથી કેસીનને નિકાળી દેવામાં આવે છે. કેસીન એક મિલ્ક પ્રોટીન છે, જેનો ઉપયોગ સામાન્ય રીતે અન્ય લેટેક્સ કોન્ડમમાં થાય છે. આ ઉપરાંત આ કોન્ડમ પર્યાવરણના અનૂકુળ પણ છે. ઉપયોગ બાદ ફેંકવા પર આ માહોલને ઝેરી કરશે નહીં.

આ બ્રાન્ડની સંસ્થાપકે જણાવ્યું કે સસ્ટેન કોન્ડમમાં વપરાયેલ લેટેક્સ દક્ષિણ ભારતમાં ઉત્પન્ન થનાર રબરથી બન્યું છે. એમણે કહ્યું કે સામાન્ય રીતે લોકો પોતાના ખાવાના અને મેકઅપમાં વપરાયેલ સામગ્રીને લઇને સચેત રહે છે પરંતુ કોન્ડમ જેવી વસ્તુને લઇને સચેત રહેતા નથી. જેનો ઉપયોગ આપણાં શરીરના સૌથી અંકરંગ હિસ્સામાં થાય છે.

નાઇટ્રોસમીન કેન્સર પેદા કરનારી એક સામગ્રી હોય છે, જેનો ઉપયોગ સામાન્ય રીતે અન્ય કોન્ડમ બ્રાન્ડ અને મેકઅપના સામાનમાં હોય છે. સસ્ટેન કોન્ડમ નાઇટ્રોસમીન મુક્ત હોય છે.

સસ્ટેન પહેલું શાકાહારી કોન્ડમ નથી. બીજી અન્ય બ્રાન્ડના નામથી પણ શાકાહારી કોન્ડમ માર્કેટમાં આવ્યા છે, જેમાંથી કેટલાક ગ્લાઇડ, ડ્યૂરેક્સ, ટ્રોજન અને લાઇફસ્ટાઇલ મહત્વની છે.

home

You might also like