આંતરિક સંમતીથી બંધાયેલો શારીરિક સંબંધ બળાત્કાર નહી : કોર્ટ

મુંબઇ : મુંબઇની સેશન કોર્ટમાં આવેલા એક કેસનો ચુકાદો આપતા જણાવ્યું કે આંતરિક સંમતીથી બનેલો શારીરીક સંબંધ બળાત્કાર ન ગણાવી શકાય.માટે કોર્ટે આરોપીને મુક્ત કરી દીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે એક વિવાહીત મહિલાએ 35 વર્ષીય પુરૂષની વિરુદ્ધ લગ્નની લાલચ આપીને બળાત્કારનો કેસ દાખલ કરાવ્યો હતો. વિવાહીત મહિલાનો આરોપ હતો કે તે આરોપીનાં બાળકની માં બનવાની છે. જ્યારે તેણે લગ્નની વાત કરી તો આરોપી દ્વારા લગ્નની ના પડી દેવામાં આવી હતી.

કોર્ટે કહ્યું કે તે સ્પષ્ટ છે કે મહિલા કાયદેસર રીતે તેની સાથે લગ્ન કરવાની સ્થિતીમાં નહોતી કારણ કે તેની પાસે તેનાં માટે કોઇ કાગળ નથી. 9 વર્ષીય પુત્ર સાથે રહેતી મહિલાએ કહ્યું કે 2012માં જુલાઇમાં તે અભિયુક્ત ને મળી હતી. અભિયુક્તે લગ્નનો પ્રસ્તાવ મુક્યો તહો પરંતુ મહિલાએ પોતાની પહેલા લગ્ન તથા બાળક વિશે જણાવ્યું હતું. ત્યાર બાદ આરોપીએ તેને તેમ કહીને ડરાવી હતી કે જો તેણે પ્રસ્તાવ ફગાવ્યો તો તે આત્મહત્યા કરી લેશે.

ત્યાર બાદ આરોપીએ મહિલાને તમ કરીને લલચાવી હતી કે ટુંકમાં જ લગ્ન માટેની તમામ તૈયારીઓ કરશે. ત્યાર બાદ બંન્ને વચ્ચે શારીરીક સંબંધ બંધાયો હતો. મહિલાએ જણાવ્યું કે પોતે પ્રેગનેન્ટ હોવાથી લગ્ન અંગે જણાવ્યું હતું. જો કે આરોપી તેને છોડીને ભાગી છુટ્યો હતો. જ્યારે મહિલા તેનાં ઘરે પહોંચી તો આરોપીએ તેને ઓળખવાની પણ મનાઇ કરી દીધી હતી. જેથી અંતે મહિલાએ કોર્ટનું શરણ લીધું હતું. જો કે કોર્ટે પણ ચુકાદામાં જણાવ્યું કે મરજીથી બંધાયેલા શારીરીક સંબંધોને બળાત્કાર ન ગણાવી શકાય.

You might also like