ગટરનું પાણી રિસાઈકલ કરવાના મ્યુનિ.ના પ્રોજેક્ટમાં કોઈને રસ નથી

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દૈનિક ૧૪૦થી ૧૫૦ ‌િલટર માથાદીઠ પાણી પૂરું પાડવામાં આવે છે. શહેરમાં દરરોજ આશરે ૧૧૨૦થી ૧૧૫૦ એમએલડી પાણીનો પુરવઠો વિવિધ સ્રોત દ્વારા અપાય છે, જેમાંથી આશરે ૨૦ ટકા પાણી
એક અથવા બીજી રીતે વધારે  જ વેડફાઈ રહ્યું છે. આને ધ્યાનમાં રાખીને સત્તાધીશોએ ‘પાણી બચાવો ઝુંબેશ’ હાથ ધરી હતી. કમનસીબે સારા આશય ધરાવતી આ ઝુંબેશનો ફિયાસ્કો થયો છે.

મ્યુનિ. કમિશનર ડી. થારાની સૂચનાથી જે તે ઝોનના ઇજનેર-એસ્ટેટ વિભાગ દ્વારા આવાં સ્થળોને શોધી કાઢી તેમની સાથે ‘પાણી બચાવો ઝુંબેશ’ હેઠળ એક એમએલડીનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવા માટે વાટાઘાટ કરાઈ હતી. જોકે તંત્રના આ પ્રયાસોને સદંતર નિષ્ફળતા મળી છે. કોર્પોરેશનના સૌથી મોટા નવા પશ્ચિમ ઝોનની વાત કરીએ તો આ ઝોનના ૬૦થી વધુ સ્થળોના સંચાલકો સાથે ઈજનેર-એસ્ટેટ વિભાગે ચર્ચા-વિચારણા કરી હતી, પરંતુ એક પણ સ્થળેથી કોર્પોરેશનને સહકાર મળ્યો નથી.

ઈજનેર-એસ્ટેટ વિભાગનાં સૂત્રો કહે છે, હોસ્પિટલ, હોટલ, સ્કૂલ-કોલેજ વગેરેને ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થાપના માટે તમામ ટેકનિકલ માહિતી આપવાની તૈયારી દાખવાઇ હતી, પરંતુ એક એમએલડી પ્લાન્ટ ઊભો કરવાનો ખર્ચ રૂ. ૨૦થી ૨૫ લાખ આવતો હોઈ કોઈએ ઉત્સાહ દાખવ્યો નથી. જ્યારે કોર્પોરેશન નાણાકીય મદદ આપવા તૈયાર નથી.

નવા પશ્ચિમ ઝોનમાં આ બધાએ ના પાડી દીધી
હોસ્પિટલ: સીમ્સ, ઝાયડસ, કોલમ્બિયા એશિયા, મે-ફલાવર, સાલ, સ્ટર્લિંગ, શેલ્બી
સ્કૂલ-કોલેજ: સિલ્વર ઓક, સાલ, એલ.જે. કોલેજ, એચ.બી. કાપડિયા, ઉદ્ગમ, સંત કબીર, એશિયા, જે.જી. ઈન્ટરનેશનલ, નારાયણ ગુરુકુલ, નિરમા યુનિ., પ્રકાશ હાઈસ્કૂલ, એસકેયુએમ લક્ષ્ય, એટીએસ સ્કૂલ, હીરામણી
ક્લબ: વાયએમસીએ, કર્ણાવતી, રાજપથ, સન-એન-સ્ટેપ
હોટલ: કોર્ટયાર્ડ, ફેરન, નોવાટલ, ગણેશ મેરિડિયન, કેમ્બે, કંટ્રી ઈન, રમાડા, ક્રાઉન, એસ્ટિન
પાર્ટી પ્લોટ: ફન પોઈન્ટ, અ‌િમરાજ, પ્રસંગ, ચંદન, વૃંદાવન, સુકાન, આંગન, આગમન, મનન, ગોવર્ધન, કૃષ્ણા, બાગબાન, રઘુલીલા, કનાતમ
રહેણાક-બિનરહેણાક: સિલ્વર હોમ્સ, રોયલ હોમ્સ, સ્લોક પે‌િરસ, સિલ્વર ગાર્ડેનિયા, સંતવાટીકા, સત્યમેવ વિસ્તા, પોપ્યુલર પેરેડાઈઝ, સાયોના ગ્રીન, સત્ત્વ, મલાબાર ઝો‌િડયાક ટાવર, આકૃતિ, મેગ્નેટ

You might also like