આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા સેકન્ડ્સમાં જાણી શકાશે મગજની ગંભીર બીમારીઓ

વિજ્ઞાનીઓએ એક એવું આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) પ્લેટફોર્મ તૈયાર કર્યું છે જે મગજની ગંભીર બીમારીઓને માત્ર ૧.ર સેકન્ડમાં સહેલાઇથી પકડી શકે છે. આ ટેકનિક સ્ટ્રોક અને હેમરેજ જેવી ગંભીર બીમારીઓને ઓળખી લેશે. નેચર મેડિસિન જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે અા એઆઇ સિસ્ટમથી માનવી કરતાં વધારે ઝડપથી નિદાન થઇ શકે છે.

નસોની ગંભીર બીમારીઓનું નિદાન કરવામાં કુશળ ડોકટરો પણ ગૂંચવાઇ જાય છે. એવી બીમારીઓ આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમથી આસાનીથી ઓળખી કાઢે છે. એઆઇનો ઉપયોગ ગંભીર ન્યૂરોલોજિકલ બીમારીઓ ઓળખવામાં આવતો હોય એવો આ પ્રથમ અભ્યાસ છે.

You might also like