ડોનાલ્ડ ટ્રમ્પે અડપલાં કર્યાનો વધુ બે મહિલાનો આક્ષેપ

વોશિંગ્ટનઃ અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં રિપબ્લિકન પક્ષના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ ધીમે ધીમે વધી રહી છે. અમેરિકાના પ્રસિદ્ધ અખબાર “ન્યુયોર્ક ટાઈમ્સ’ સાથેની વાતચીતમાં બે મહિલાએ એવો આક્ષેપ કર્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પે તેમનાં શરીર સાથે અડપલાં કર્યાં હતાં. જોકે રિપબ્લિકન પાર્ટીએ આ અંગે ખુલાસો કરતાં મહિલાઓના આક્ષેપના મનઘડંત ગણાવ્યા હતા. પક્ષના પ્રવકતાએ જણાવયું હતું કે આ એક મનઘડંત કહાણી છે. જે રિપબ્લિકન પક્ષના ઉમેદવારની છબીને નુકસાન પહોંચાડવા અને પ્રચાર અભિયાનને પ્રભાવિત કરવા માટે કરવામાં આવી છે.

જેસિકા લિડ્સ નામની એક મહિલાએ જણાવ્યું છે કે ૧૯૮૦માં જ્યારે તે વિમાન દ્વારા ન્યૂયોર્ક જઈ રહી હતી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે તેનાં સ્તન પકડ્યાં હતાં અને સ્કર્ટમાં હાથ નાંખવાની કોશિશ કરી હતી. જ્યારે રાશેલ નામની બીજી મહિલાનું કહેવું છે કે ટ્રમ્પે તેને બળપૂર્વક કિસ કરી હતી. રાશેલે જણાવ્યું હતું કે તેની સાથે બળજબરીપૂર્વક કિસ કરવાની ઘટના ૨૦૦૫માં ટ્રમ્પ ટાવર્સ-ટ્રમ્પની કંપનીના હેડક્વાર્ટર્સમાં ઘટી હતી.

You might also like