સાતમુ વેતન પંચઃ હવે એક લાખ કરોડથી વધુનો બોજ પડી શકે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે સાતમા વેતન પંચની ભલામણને અમલી કરવાની દિશામાં પહેલ કરી દીધી છે. તમામ પ્રયાસો પણ હાથ ધરવામાં આવી ચુક્યા છે પરંતુ જાણકાર નિષ્ણાંતો માની રહ્યા છે કે આને અમલી કરવાની કામગીરી સરકાર માટે ખુબ પડકારરૂપ રહેશે.

સરકારને આને માટે એક લાખ કરોડ રૂપિયાનો બોજ ઉપાડવાની ફરજ પડશે.ખર્ચને લઇને બોજ વધશે. જો સરકાર સાતમા કેન્દ્રિય પગાર પંચ ( સીપીસી) ની ભલામણોને અમલી કરવાનો નિર્ણય કરે છે તો વેતન વધારાના મામલે ૩૯૧૦૦ કરોડનો અને જુદા જુદા ભથ્થા પર ૨૯૩૦૦ કરોડનો બોજ ઉઠાવવો પડશે. ભથ્થામાંથી ૧૭૨૦૦ કરોડ રૂપિયા માત્ર હાઉસ રેન્ટના ભથ્થા પર ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત સરકારની પાસે સૌથી મોટો પડકાર તમામને ખુશ કરવાનો પણ છે. નાગરિક વિભાગના જુદા જુદા ગ્રુપ વચ્ચે અનેક મુદ્દા પર અનેક પ્રકારના અસંતોષની સ્થિતી હાલમાં રહેલી છે.

આનો ઉકેલ શોધી કાઢવાની બાબત ભાજપ સરકાર માટે પડકારરૂપ રહેશે. ભલામણ પર કેબિનેટ દ્વારા નિર્ણય કરવામાં આવે તે પહેલા પરીક્ષણ કરવા માટે જે પૈનલની રચના કરવામાં આવી છે તેમાં ક્લાસ-૧ની કેટલીક સર્વિસેસને વાંધો છે. આઇએએસનુ જ એકમાત્ર પ્રભુત્વ ન રહે તેવી માંગ કરવામાં આવી છે. આ સિલસિલાના સંબંધમાં ૨૦ જિદા જુદા ક્લાસ-૧ સર્વિસેના પ્રતિનિધીઓએ આ મહિનાની શરૂઆતમાં નાણાં પ્રધાન અરૂણ જેટલી સાથે વાતચીત કરી હતી.

આ મુલાકાતનો મુખ્ય હેતુ પોતાની માંગણીને જેટલી સમક્ષ રજૂ કરવાનો હતો. એ બેઠકમાં એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે સચિવોના એમ્પાવર્ડ પેનલમાં માત્ર આઇએએસનુ પ્રભુત્વ ન રહે. કેબિનેટ દ્વારા અંતિમ નિર્ણય લેતા પહેલા આ રિપોર્ચનુ પરિક્ષણ આ પેનલ દ્વારા કરવામાં આવનાર છે. પ્રતિનિધીઓ ઇચ્છે છે કે હજુ સુધી આઇએસએસને જે પ્રાથમિકતા મળી છે તેને ખતમ કરી દેવામાં આવે. જેનો સીપીસી દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો.

જેના કારણે સરકાર અંતિમ નિર્ણય પર પહોંચી શકી ન હતી. કેન્દ્ર સરકારના મંત્રાલયોની કરોડરજ્જુ ગણાતી સેન્ટ્રલ સેક્રેટરિયટ સર્વિસ આગામી સપ્તાહમાં નોર્થ બ્લોકમાં આંદોલન કરવાની યોજના ધરાવે છે.

તેના આશરે ૧૨૦૦૦ કર્મચારીઓ છે. તેમનો આક્ષેપ છે કે કેટલાક ચોક્કસ હિત ધરાવતા અધિકારીઓ પંચને ગેરમાર્ગે દોરીરહ્યા છે. જેના કારણે સીપીસી દ્વારા તેમની સાથે યોગ્ય વર્તન કરવામાં આવ્યુ નથી. બીજી બાજુ સશસ્ત્ર દળના જવાનો અને ખાસ કરીને અધિકારીઓ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે.

જો સરકાર પંચની ભલામણને અમલી કરવામાં વિલંબ કરે છે તો ભથ્થાના મોરચે જ સરકાર કેટલીક રકમ બચાવી શકે છે. કારણ કે ભથ્થા અગાઉના સમયથી લાગુ કરવામાં આવનાર નથી. જ્યારે પગાર પહેલાથી લાગુ કરવામાં આવનાર છે. સામાન્યરીતે કહી શકાય છે કે વેતન પંચની ભલામણને અમલી કરવામાં કેટલીક અડચણો ચોક્કસપણે રહેલી છે.

You might also like