સાતમું વેતનપંચ ર૦મીએ તેનો અહેવાલ સુપરત કરશે

નવી દિલ્હી : સાતમુ પગાર પંચ ર૦ નવેમ્બરે નાણા મંત્રાલયને પોતાના આખરી રિપોર્ટ સોંપશે. ૧ જાન્યુઆરી, ર૦૧૬ દરમ્યાન તેની ભલામણો લાગુ થશે. આ ભલામણોથી કેન્દ્ર સરકારના ૪૮ લાખ કર્મચારી અને પ૪ લાખ પેન્શનધારકોને લાભ થશે. સૂત્રોના જણાવ્યા મુજબ સાતમું પગારપંચ કર્મચારીઓને પગારમાં ૧પ ટકા સરેરાશ વધારો આપશે.
૯૦૦ પાનાના આ રિપોર્ટમાં ગ્રૂપ-એના અંતર્ગત આવતી સેવાઓમાં સમાનતાની સલાહ આપવામાં આવી છે. કેન્દ્ર સરકારમાં ઊંચા હોદ્દાઓે પર કુશળ અધિકારીઓ માટે આ સલાહ આપવામાં આવી છે. પેનલની ફેબ્રુઆરી-ર૦૧૪માં રચના કરવામાં આવી હતી અને તેને ૧૮ મહિનામાં રિપોર્ટ સોંપવાનું કહેવામાં આવ્યું હતું. જો કે ઓગષ્ટમાં સરકારે ફાઇનલ રિપોર્ટ સોંપવા માટે તેને ચાર મહિનાનું એટલે ડિસેમ્બર સુધીનું એકસટેન્શન આપ્યું હતું.
આ રિપોર્ટમાં સરકારી કર્મચારીઓની ફરજ બજાવવા અંગેની સ્થિતિમાં સુધારા ઉપરાંત

તેના વેતન અને ભથ્થાની સમીક્ષા કરવાનું સૂચન આપવામાં આવ્યું છે. આ રિપોર્ટથી જાહેર ક્ષેત્રના સેકટરના કર્મચારીઓ અને કેન્દ્ર સરકારની સ્વાયત સંસ્થાઓના કર્મચારીઓ પર પણ અસર થશે. આ રિપોર્ટ અનુસાર જ પોતાના કર્મચારીઓના પગારમાં સુધારો થશે.
પેનલ બનતા પહેલાં જ ગ્રૂપ-એ હેઠળ આવતી ૩૬ સંસ્થાનોના કમિશન સાથે બરાબરીની માંગ કરી હતી ઉપરાંત તેઓએ મેરિટના આધારે પોસ્ટિંગની માંગ પણ કરી હતી. આઇએએસના અધિકારીઓએ પણ કર્મચારી મંત્રાલય અને કેબિનેટ સચિવાલયને પોતાની માંગણી મોકલી હતી. તેઓનું કહેવું હતું કે, તેઓને આપવાના અતિરિકત ફાયદાઓ મળવા જોઈએ.
સાથે સાથે પેન્શનરોને પણ મોટી રાહત મળી શકે છે. પેન્શરો છેલ્લા કેટલાક સમયથી આને લઇને ઇન્તજાર કરી રહ્યા હતા. હવે તેમની ઉત્સુકતાનો અંત આવનાર છે. વેતન પંચની ભલામણ આવ્યાબાદ સરકાર આમાંથી કેટલાક ફેરફાર કરી શકે છે. જો કે તે યથાવત ભલામણને રાખે તેવી શક્યતા ઓછી છે.
પ્રવર્તમાન સ્થિતીમાં વેતન પંચની ભલામણ ઉપયોગી રહેશે. કારણ કે મોંઘવારીને કારણે સામાન્ય લોકો પરેશાન થયેલા છે. આવી સ્થિતીમાં પગારમાં પગારો રાહત લઇને આવશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર પહેલાથી જ સારા છે ત્યારે આ વેતન પંચની ભલામણમાં વધુ ૧૫ ટકા સુધી પગાર વધારાની વાત કરવામાં આવી શકે છે. આઈએએસ સાથેના ૩૬ ઓર્ગેનાઈઝ્ડ ગ્રુપ-એ સર્વિસના કર્મચારીઓને સીધી રીતે આની અસર થશે.

You might also like