Categories: Ahmedabad Gujarat

એકસર્સાઇઝ કરવા બાબતે ઝઘડામાં સાત યુવક પર છરી વડે હુમલો

અમદાવાદ: શહેરના દાણીલીમડા વિસ્તારમાં એક્સર્સાઇઝ કરવા બાબતે બે યુવક વચ્ચે થયેલી બોલાચાલીએ ઉગ્ર રૂપ ધારણ કરતાં મામલો બીચક્યો હતો. જિમની બહાર બાકરહુસેન નામના શખ્સે તેના મિત્રો સાથે મળીને સાજિદ પઠાણ અને તેના ભાઇ સહિત સાત યુવક પર છરી વડે હુમલો કર્યો હતો

દાણીલીમડામાં આવેલ વારિશ મોહલ્લામાં રહેતા ૨૭ વર્ષિય સાજિદખાન સમીરઉલ્લાખાન પઠાણે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં છ લોકો સામે ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે મંગળવારની રાતે સાજિદખાન એકસર્સાઇઝ કરવા માટે જિમમાં ગયો હતો, જ્યાં સઇદખાન અનિસખાન પઠાણ, સોયેબ, બાકરહુસેન નામના યુવકો પણ એકસર્સાઇઝ કરતા હતા.

એકસર્સાઇઝ કરવા બાબતે સાજિદખાન અને બાકરહુસેન વચ્ચે ત્રણ ચાર દિવસ પહેલાં બોલાચાલી થઇ હતી. જેની અદાવત રાખીને મંગળવારની રાતે બાકરહુસેને સાજિદને બીભસ્ત ગાળો બોલીને ઝઘડો શરૂ કર્યો હતો. એકસર્સાઇઝ કરતાં અન્ય યુવકોએ બન્ને વચ્ચેનો ઝઘડો શાંત કરાવ્યો હતો.

બાકરહુસેન તાત્કાલીક જિમમાંથી નીકળી ગયો હતો ત્યારે સાજિદભાઇ, સોયેબ અને સઇદ પણ રાતે સાડા નવ વાગે જિમમાંથી ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે જિમની બહાર બાકરહુસેન શેખ, તેનો મિત્ર મોહમદ સિદિક રંગરેજ, મકસૂદ અનવર શેખ, અજગર હુસેન, અબ્દુલ મોહમદહુસેન મુનાફ મહમદહુસેન શેખ ઊભા હતા.

સાજિદ તેના મિત્રો સાથે બહાર નીકળ્યો ત્યારે અચાનક જ બાકરહુસેન અને તેના મિત્રોએ તેની પર હુમલો કરી દીધો હતો. બાકરહુસેન તેની પાસે રહેલી છરી કાઢીને સાજિદ પર હુલાવી દીધી હતી. સાજિદ માર ખાઇ રહ્યો હતો ત્યારે સોયેબ અને સઇદ ત્યાંથી ભાગી ગયા હતા અને સાજિદના ભાઇ જાવેદને જઇને હકીકત કીધી હતી. ભાઇને છોડાવવા માટે જાવેદ તેના મિત્રો અકરમખાન પઠાણ, મોહસીન શેખ, સઇદ, શાહરુખ દોડી આવ્યા હતા.

બાકરહુસેન અને તેના મિત્રોએ જાવેદ, અકરમ, મોહસીન, સઇદ અને શાહરુખ ઉપર પણ છરીઓ હુલાવી હતી. જેમાં તમામ લોકોને ઇજા પહોંચી હતી. આ ઘટના જોઇને સ્થાનિકો દોડી આવતાં હુમલાખોરો ફરાર થઇ ગયા હતા જ્યારે સાજિદ સહિત સાત ઇજાગ્રસ્ત યુવકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે બાકરહુસેન સહિત છ લોકો સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

divyesh

Recent Posts

કળશ કૌભાંડઃ પૂજા સામગ્રીના નિકાલમાં નિયમો-પવિત્રતાનો ખુલ્લેઆમ ભંગ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સતત એક અથવા બીજા પ્રકારનાં કૌભાંડ ગાજતાં હોય છે. હવે સાબરમતી નદીને ચોખ્ખીચણાક રાખવાના ઉદ્દેશથી નદી પરના…

19 hours ago

ગાંધીનગરમાં આજે દેશનો સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો

અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે વાઈબ્રન્ટ સમિટ ૨૦૧૯ અંતર્ગત ગાંધીનગર ટાઉનહોલ ખાતે…

19 hours ago

ગેમ્સમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે CBSE બોર્ડ અલગથી પરીક્ષા લેશે

અમદાવાદ: દેશભરના ઊભરતા ખેલાડીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે, જે વિદ્યાર્થીઓને ઇન્ટરનેશનલ અને નેશનલ ગેમ્સમાં ભાગ લેવા માટે બોર્ડની…

19 hours ago

કર્ણાટકમાં ભાજપનું ‘ઓપરેશન લોટસ’ નિષ્ફળ: JDSના ધારાસભ્યને ૬૦ કરોડની ઓફરનો આરોપ

બેંગલુરુ: કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારને પાડવાની ભાજપની કોશિશોને મોટો ઝાટકો વાગ્યો છે. અસંતુષ્ટ કોંગ્રેસ ધારાસભ્યોએ છેક છેલ્લી ઘડીએ વફાદારી બતાવીને…

19 hours ago

અમદાવાદીઓ માટે આજે સાંજથી શોપિંગની મજા

અમદાવાદ: આજથી તા. ૨૮ જાન્યુઆરી સુધી ચાલનારા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં રૂ.બે હજારની રજિસ્ટ્રેશન ફી ભરીને શહેરના ૧૫,૪૦૦ વેપારીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું…

19 hours ago

આમંત્રણ પત્રિકામાંથી નાયબ મુખ્યપ્રધાનનું નામ જ ગાયબ

અમદાવાદ: અમદાવાદીઓ માટે રૂ.૭પ૦ કરોડના ખર્ચે બનાવાયેલી અતિ આધુનિક સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલ આજે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે…

19 hours ago