હર્ષિલના મોત બાદ વાલીઓનો હોબાળો : પોલીસ લાજવાનાં બદલે ગાજી

અમદાવાદ : ભાવસાર હોસ્ટેલ પાસેની ડીપી સ્કૂલમાં વોટર કૂલરનો કરંટ લાગવાથી બીજા ધોરણમાં અભ્યાસ કરતા હર્ષિલ સોનીનું મોત નિપજ્યું હતું. આ મુદ્દે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળાને નોટિસ ફટકારવામાં આવી હતી. ડીઇઓએ શાળા સંચાલકને બે દિવસમાં જવાબ રજુ કરવા માટેની તાકીદ કરી છે. આજે હર્ષિલનાં પરિવાર સહિત મોટા પ્રમાણમાં વાલીઓનાં ટોળાએ શાળા પર આવીને હોબાળો મચાવ્યો હતો. વાલીઓ દ્વારા શાળામાં પણ તોડફોડ કરવામાં આવી હતી.

જો કે પોલીસ ઘટનાં સ્થળે દોડી આવી હતી અને વાલીઓને સમજાવી નીચે ઉતાર્યા હતા. જો કે પરિસ્થિતી ના વણસે તે માટે એસઆરપીની બે ટીમ શાળાની સુરક્ષામાં ગોઠવી દેવાઇ હતી. જો કે આવી ઘટનાં બન્યા બાદ પોલીસ લાજવાનાં બદલે ગાજી હતી. પોલીસે શાળાબહાર વાલીઓ અને મીડિયા કર્મચારીઓ સાથે ગેરવર્તણુંક કરી હતી. પોલીસની બેવડીનીતી ત્યારે જ બહાર આવી ગઇ હતી. હર્ષીલનું મૃત્યુ વોટર કુલરમાં કરંટ લાગવાથી અથવા તો વાઇ આવવાથી મૃત્યુ થયુ હોવાનું નોંધ્યું હતું. જો કે હર્ષીલનાં પરિવારનો દાવો છે કે તેને વાઇ આવતી જ નહોતી.જ્યારે પોલીસ કહી રહી છે કે અમને હોસ્પિટલ સત્તાવાળા દ્વારા વર્દી મળી હતી. જેમાં લખાવાયું છે કે હર્ષિલનાં મોઢામાંથી ફીણ આવતા હતા.

હર્ષિલનાં મૃત્યતુ બાદ ડીપી સ્કૂલ સત્તાવાળાઓ દ્વારા મંગળવારે શાળામાં રજા રાખીને સવારથી જ યુદ્ધનાં ધોરણે વોટર કુલરથી માંડીને મુખ્યડીપી સુધીનું આખુ વાયરિંગ બદલવામાં આવ્યુ હતું. જેનાં કારણે શાળાનાં ઇરાદાઓ સ્પષ્ટ જણાઇ આવે છે. જો કે એફએસએલ રિપોર્ટમાં હર્ષીલનું મોત કરંટ લાગવાથી નહી થયું હોવાનુ બહાર આવ્યું હતું.

You might also like