પંજાબમાં ઘૂસ્યાં જૈશ-એ-મોહમ્મદનાં 7 આતંકીઓ, હાઇ એલર્ટ જારી

ગન પોઇન્ટ પર ઇનોવા કારની લૂંટ બાદ ખુફિયા એજન્સીએ જૈશ-એ-મોહમ્મદનાં સાત આતંકીઓની પંજાબમાં ઘૂસવાની સંભાવના દર્શાવી છે. કાઉન્ટર ઇન્ટેલીજન્સનાં આઇજીએ બુધવારનાં રોજ પંજાબનાં દરેક ડીજીપી, આઇજીપી, કમિશ્નર અને એસએસપી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓને પત્ર રજૂ કર્યો છે.

પત્રમાં કહેવામાં આવ્યું કે પંજાબમાં જૈશનાં 6થી 7 આતંકીઓની સંભવિત રીતે ઘૂસપેઠ થઇ ચૂકી છે. આતંકી ફિરોઝપુર એરિયામાં છિપાયેલા હોઇ શકે છે પરંતુ તે દિલ્હી તરફ ટાર્ગેટ રાખી રહ્યાં છે.

આઇજીએ પત્રમાં કહ્યું કે પંજાબનાં મુખ્ય સ્થાનો પર તત્કાલ પ્રભાવથી સ્પેશિયલ ચુસ્ત બંદોબસ્ત લગાવી દેવાં જોઇએ. વાહનોની સખ્તીથી ચેકિંગને પણ કડક કરી શકાય છે. આ સિવાય એમ પણ કહેવામાં આવ્યું કે ભારત-પાકિસ્તાન બોર્ડરની આસપાસની સેકન્ડ લાઇન ઓફ ડિફેન્સને મજબૂત કરવાની અને તેનાં રિવ્યૂની સખ્ત જરૂરિયાત છે.

સીમા સુરક્ષા બળ અને પોલીસ ડિફેન્સે ભેગાં મળીને સુરક્ષા વ્યવસ્થા સખ્ત કરવી જોઇએ. તેઓએ ચેતવ્યાં કે આ મામલામાં દરેક રેન્જનાં આઇજીપી અને ડીઆઇજી સિવાય પોલીસ કમિશ્નરને વ્યક્તિગત તરીકે દખલગીરી કરવાની રહેશે જેથી પંજાબમાં કોઇ જ અનિચ્છનીય ઘટનાને રોકી શકાય.

You might also like