સાત રાજ્યમાં મેઘરાજાની એન્ટ્રીઃ UPમાં વીજળી પડવાથી ૩૨નાં મોત

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને મધ્યપ્રદેશમાં ચોમાસું પહોંચી ગયું છે. ઉત્તર ભારતના અને વિસ્તારોમાં વરસાદ શરૂ થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. જોકે ઉત્તર પ્રદેશમાં વીજળી પડવાની ઘટનામાં ૩૨ લોકોનાં મોત થયાં છે. પૂર્વાંચલમાં ૧૧ અને વ્રજમાં નવ લોકોને વીજળી પડવાના કારણે જીવ ગુમાવવા પડ્યા છે. ઈટાવાના જુદા જુદા ભાગમાં સાત લોકોના મોત થયાં છે. આ જ રીતે ઉત્તર પ્રદેશના અન્ય ભાગોમાં વીજળીને કારણે લોકોએ જીવન ગુમાવ્યાં હતાં. વીજળીની ઝપટમાં આવીને મોટી સંખ્યામાં ઢોર ઢાંખરનાં પણ મૃત્યુ થયાં હતાં.

મધ્ય પ્રદેશના કેટલાક િવસ્તારોમાં વરસાદના કારણે ૧૬નાં મોત થયાં છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હવે સમગ્ર ઉત્તર ભારતમાં ચોમાસું બેસી ગયું છે. ગુજરાતમાં બે િદવસમાં ચોમાસું પહોંચવાની આગાહી કરવામાં આવી છે. મધ્ય પ્રદેશના અનેક વિસ્તારોમાં વરસાદ થયો હતો. રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વીજળી પડવાથી ૧૬ લોકોનાં મોત થયાં છે. મધ્ય પ્રદેશના હરદા અને નસરુલાગજમાં વીજળી પડવાને કારણે ૨-૨ના મોત થયાં હતાં.

જ્યારે ઉજ્જૈન, ગુના, બ્યાવર, ગ્વાલિયર, ભીંડ, શિવપુરી, ડબરા, ટીકમગઢ, રાયસેન, પેટલાવદ, મેઘનગર અને બૈરસિયાના નજિરાબાદમાં એક-એકના મોત થયાં છે. શિવપુરીના પીપરસમામાં ઝાડ નીચે ઊભેલું દંપતી વીજળી પડવાથી મૃત્યુ પામ્યું હતું. ભોપાલમાં સોમવારે સાંજે અડધો કલાક સુધી ભારે વરસાદ થયો હતો.

દરમિયાન ચોમાસું કોંકણ, મરાઠાવાડ અને વિદર્ભમાં પહોંચી ચૂક્યું છે. મધ્ય મહારાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં નેઋત્યનું ચોમાસું એક્ટિવ થઈ ગયું છે. દિલ્હીમાં પણ વરસાદી વાતાવરણ જામવા લાગ્યું છે. અહીંના ઘણા વિસ્તારોમાં વરસાદ થયો હતો. ચંડીગઢમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો છે. ઉત્તરાખંડના દહેરાદૂનમાં સવારથી જોરદાર વરસાદ ચાલુ છે. જમ્મુમાં પણ સારો વરસાદ પડ્યો છે. જમ્મુમાં બપોર સુધીમાં ૨૧.૮ મી.મી. વરસાદ નોંાયો હતો. હિમાચલ પ્રદેશના કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ છે.

You might also like