એવા 7 હિંદુ મંદિર, જ્યાં મુસ્લિમો પણ નમાવે છે શિશ

ભારતમાં બનેલ હિંદુ મંદિરોનો ડંકો છેક દૂર-દૂર સુધી વાગતો હોય છે. પરંતુ શું આપ તે હિંદુ મંદિરો વિશે જાણો છો કે જે આપણાં પાડોશી દેશ પાકિસ્તાનમાં આવેલ છે.

આપની જાણકારી માટે જણાવી દઇએ કે હિંદુ આસ્થાઓનાં પ્રતિક સમાન હિંદુ મંદિર પાકિસ્તાનમાં પણ આવેલા છે. આપ સૌ જાણો છો કે પાકિસ્તાન એક મુસ્લિમ દેશ છે. પરંતુ અહીં બનાવવામાં આવેલ મંદિર પાછળ છુપાયેલા રહસ્યોને તમે ભાગ્યે જ જાણતા હશો.

હકીકતમાં પાકિસ્તાનમાં આવેલ સાત મંદિરો એવા છે કે જ્યાં ન તો માત્ર હિંદુ લોકો પૂજા-પાઠ માટે આવતા પરંતુ મુસ્લિમ લોકો પણ અહીં પૂજાવિધી કરવા માટે આવતા હોય છે.

1. હિંગરાજ મંદિર (બલૂચિસ્તાન):
આ મંદિર સાથે જોડાયેલ પૌરાણિક કથા એવી છે કે વિષ્ણુ ભગવાને સતી માતાનું માથું કાપવા માટે ચક્ર ફેંક્યું હતું. એ ચક્રથી માથુ કપાતા તે માથુ જ્યાં પડ્યું હતું તે જ આ જગ્યા છે.

પાકિસ્તાનનાં બલૂચિસ્તાનથી 120 કિ.મી દૂર હિંગુલ નદીનાં તટ પર આ મંદિર બનેલું છે. આ 51 શક્તિપીઠોમાંનું એક છે. સદિઓથી જૂના આ મંદિરમાં લોકોને અનેરી આશા છે.

2. પંચમુખી હનુમાન મંદિર (કરાચી):
માન્યતા એવી છે કે આ મંદિર 1500 વર્ષથી જૂનું છે. તેત્રાયુગથી 17 વર્ષ જૂની એક માત્ર હનુમાનજીની એક માત્ર મૂર્તિ અહીં વિરાજમાન છે. મંદિરનું પુનનિર્માણ વર્ષ 1082માં કરાવવામાં આવ્યું. આ મંદિરમાં હંમેશાં ભીડ રહે છે.

3. કટાસ રાજ મંદિર (ચકવાલ-પાકિસ્તાન):
ભગવાન શિવની પત્ની જ્યારે સતી થઇ તો મહાદેવજીની આંખમાંથી નીકળેલા બે આંસુ કે જેમાંથી એક ભારતનાં પુષ્કરમાં અને બીજું આંસુ પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતનાં ચકવાલ જિલ્લામાં પડ્યું હતું.

તમને જણાવી દઇએ કે પાકિસ્તાનમાં લગભગ 900 વર્ષ પહેલાં કટાસરાજ મંદિર બનાવવામાં આવ્યું હતું. અહીં ભારતીય રાજનેતા લાલ કૃષ્ણ અડવાણીનો પરિવાર પણ સમય-સમય પર આવતો રહ્યો છે.

4. સ્વામિનારાયણ ભગવાનનું મંદિર (કરાચી):
કરાચી શહેરનાં બંદર રોડ પર આ મંદિર બનેલું છે. આ મંદિર અંદાજે 32,306 હજાર સ્ક્વેયર યાર્ડમાં બનાવવામાં આવેલ છે. અંદાજે 160 વર્ષ જૂના આ મંદિરમાં હિંદુ-મુસ્લિમ એમ બંને લોકોની અવરજવર રહેતી હોય છે.

એટલું જ નહીં પરંતુ દેશનાં ભાગલા વખતે પણ આ મંદિરનો ઉપયોગ રેફ્યુજી કેમ્પની જેમ થયો હતો. આ પરિસરમાં એક ગુરૂનાનક ગુરૂદ્રારા પણ છે. આ મંદિરેથી હિંગરાજ મંદિરની યાત્રા શરૂ થાય છે.

5. સૂર્ય મંદિર (મુલ્તાન):
એવી માન્યતા છે કે રામાયણવાળા રામવંતે પોતાની પુત્રી જામવંતીનાં લગ્ન શ્રી કૃષ્ણ સાથે કરાવ્યા હતાં. જામવંતી અને કૃષ્ણનાં દીકરાનું નામ હતું “સામ”. એમણે જ આ મંદિર બનાવ્યું હતું.

કારણ હતું શિવજી દ્વારા પિતાને મળેલા શ્રાપથી મુક્તિ મેળવવાનું. 1500 વર્ષ પહેલાં મુલ્તાનનાં આ મંદિરમાં મુલાકાત કરવા આવેલા ચીની બોદ્ધ ભિક્ષુએ આ મંદિરનાં વિશે પણ ઘણું લખ્યું છે. તેઓએ એવું લખ્યું છે કે મોહમ્મદ બિન કાસિમ અને મોહમ્મદ ગજનીએ આ મંદિરને અનેક વાર લૂંટ્યું હતું.

6. શ્રી વરૂણ દેવ મંદિર (કરાચી):
પાકિસ્તાન સિઁધમાં કરાચીનાં મનોડા આઇલેન્ડમાં બનેલ આ મંદિર 100 વર્ષથી પણ જૂનું મંદિર છે. આ મંદિરનો ઉપયોગ હવે હિંદુ કાઉન્સિલ ઑફ પાકિસ્તાનનાં કામો માટે કરવામાં આવે છે. એવું કહેવાય છે કે 16મી સદીથી મંદિર અસ્તિત્વમાં હતું પરંતુ અસ્તિત્વમાં છે તે 1917-18માં બનેલ છે.

7. રામ મંદિર (ઇસ્લામ કોટ):
રામ મંદિરને લઇને ભારતમાં ઘણી વધારે આસ્થા છે. અહીં ઘણાં બધાં રામ મંદિર આવેલાં છે પરંતુ કેટલાંક રામ મંદિર પાકિસ્તાનમાં પણ આવેલ છે. આમાંથી વિશેષ મંદિર ઇસ્લામ કોટામાં આવેલ રામ મંદિર છે.

 

 

 

You might also like