કેન્દ્રીય કર્મીઓને ફટકોઃ સાતમા પગારપંચનું નહીં મળે એરિયર્સ

નવી દિલ્હી: સાતમા પગારપંચને લઈ એક મોટા સમાચાર મળી રહ્યા છે. સરકારી કર્મચારીઓ માટે આ સમાચાર નિરાશાજનક હોઈ શકે છે. વાસ્તવમાં સરકાર કેન્દ્રીય કર્મચારીઓને સાતમા પગારપંચનું એરિયર્સ નહીં આપવા પર વિચારણા કરી રહી છે. એવું માનવામાં આવે છે કે કેન્દ્રીય કર્મચારીઓને એરિયર્સ નહીં આપવાની દરખાસ્ત ટૂંક સમયમાં નાણાપ્રધાન અરુણ જેટલી સમક્ષ રજૂ કરવામાં આવશે.

એરિયર્સને લઈ સરકાર દ્વારા આ વિચારણાને કન્ફર્મ માનવામાં આવી રહી છે. નાણાં મંત્રાલય નિકટનાં સૂત્રોએ આ વાતને સમર્થન આપ્યું છે. નાણાં મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે એરિયર્સની જરૂર લોઅર લેવલના કર્મચારીઓ માટે આવશ્યક હોય છે, પરંતુ સાતમા પગારપંચમાં એરિયર્સ આપવામાં આવશે નહીં.

રિપોર્ટ અનુસાર આ ભલામણ નાણાપ્રધાન અરુણ જેટલી સમક્ષ ટૂંક સમયમાં રાખવામાં આવશે અને એપ્રિલના પ્રથમ સપ્તાહમાં નાણાપ્રધાન તેને કેબિનેટ સમક્ષ રજૂ કરશે. લઘુતમ પગાર વધારવાની માગણીને લઈ સાતમા પગારપંચની ભલામણ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓના મૂળ પગારમાં ૧૪.૨૭ ટકા વધારો કરવામાં આવ્યો છે અને મહત્તમ પગાર પ્રતિમાસ રૂ. ૨.૫ લાખ કરાયો છે.

સાતમા પગારપંચની ભલામણોને જૂન-૨૦૧૬માં મંજૂરી આપવામાં આવી હતી. હવે સરકારે સાતમા પગારપંચનું એરિયર્સ નહીં આપવાનો નિર્ણય કરીને કેન્દ્રીય કર્મચારીઓને મોટો ફટકો પહોંચાડ્યો છે.

You might also like