ટ્રમ્પની સાયબર સુરક્ષા સલાહકાર સમિતિના સાત સભ્યનાં રાજીનામાં

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સાયબર સુરક્ષા સલાહકાર સમિતિના સાત સભ્યોએ રાજીનામાં આપી દેતાં ભારે વિવાદ સર્જોયો છે. બીજી તરફ સભ્યોએ એવો આક્ષેપ કર્યો છે કે રાષ્ટ્રપ્રમુખ સાયબરના ખતરા સામે પૂરતું ધ્યાન આપતા નથી.

ફોર્ચ્યુનના અહેવાલ મુજબ નેશનલ ઈન્ફ્રાસ્ટ્રકચર એડ્વાઈઝરી કાઉન્સિલના સાત સભ્યો (જેઓ નેશનલ સાયબર સિક્યોરિટીનું કામ સંભાળે છે)એ સામૂહિક રીતે એમ કહી રાજીનામાં આપી દીધાં હતાં કે ટ્રમ્પ આવી બાબતને ઓછું મહત્ત્વ આપે છે. ત્યારબાદ સભ્યોએ સાયબર સુરક્ષા પ્રત્યે તંત્ર દ્વારા દાખવવામાં આવેલી ખામીઓનો હવાલો આપતાં ઉગ્ર રજૂઆત કરી હતી અને તેમનાં રાજીનામાં સોંપી દીધાં હતાં. આ રાજીનામાપત્રમાં વર્જિનિયાના ચાર્લોટવિલેમાં હિંસાત્મક દેખાવ બાદ નવ નાજીઓ અને ગોરા અતિવાદીઓની ટીકા કરવાની બાબત ટ્રમ્પ શાસનની અસફળતા સમાન હોવાનું ગણાવ્યું હતું.

કોણે કોણે રાજીનામાં આપ્યાં?
જે સભ્યોએ રાજીનામાં આપ્યાં છે તેમાં અમેરિકાના પૂર્વ ચીફ ડેટા સાય‌િન્ટસ્ટ ડી.જે. પાટીલ, પૂર્વ ઓફિસ ઓફ સાયન્સ અને ટેકનોલોજી પો‌િલસી ચીફ ઓફ સ્ટોફ ક્રિસ્ટીન ડોરગેલો સામેલ છે. આ બંનેની વરણી ઓબામાના શાસનકાળ દરમિયાન થઈ હતી.

You might also like