સાત મહિના માત્ર પિત્ઝા ખાઈને વજન ઘટાડ્યું

વોશિંગ્ટન ઃ ન્યૂયોર્કમાં રહેતા પેસ્કલ ફોઝીલોનું વજન લગભગ ૧૬૭ કિલો હતું. તે જ્યારે ઇટાલીમાં રહેતા હતા ત્યારે માત્ર પિત્ઝા અને ઇટાલીયન વાનગીઅો જ ખાતા. અમેરિકા અાવ્યા બાદ તેમણે બિસ્કીટ અને સોફ્ટ ડ્રીક્સ પીવાની અાદત પડી. જેના કારણે તેમનું વજન વધી ગયું. ત્યારબાદ તેમણે વજન ઘટાડવાના પ્રયત્નરૂપે નક્કી કર્યું કે તે માત્ર પિત્ઝા ખાશે. તેમણે જાતે બનાવેલા પિત્ઝા ખાવાનું શરૂ કર્યું. રોટલો બનાવવા તે સાદો ઘઉંનો લોટ, પાણી, મીઠું અને યીસ્ટ વાપરતા. પિત્ઝાની ઉપર ભરપૂર સોસ, શાકભાજી અને મોઝરેલા ચીઝ નાખતો. તેને સાત મહિનામાં ૪૬ કિલો વજન ઘટાડ્યું.

You might also like