કર્ણાટકમાં ઇડીનો સપાટોઃ ૯૩ લાખની નવી નોટો જપ્તઃ સાત દલાલની ધરપકડ

નવી દિલ્હી: નોટબંધીન‌ા નિર્ણય બાદ કાળા નાણાંને સફેદ કરવાની ફરિયાદોને પગલે દેશભરમાં હાથ ધરાયેલી કાર્યવાહી હજુ પણ જારી છે. આ કાર્યવાહીના ભાગરૂપે આજે એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટે નવી નોટોના સ્વરૂપમાં રૂ.૯૩ લાખની જંગી રકમ જપ્ત કરી છે અને આ સંદર્ભમાં સાત દલાલોની ધરપકડ કરવામાં આવી છે.

એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટના અધિકારીઓએ ગ્રાહકના સ્વાંગમાં આ દલાલોનો જૂની નોટો નવી નોટો સામે બદલવા સંપર્ક કર્યો હતો અને ગ્રાહક બનીને અધિકારીઓએ દલાલોને રૂ.પ૦૦ અને ૧,૦૦૦ની જૂની નોટો નવી નોટોમાં બદલી આપવાની વાત કરી હતી. દલાલોએ કમિશનની વાત કરીને તેમની સાથે ડીલ કરી હતી અને ડીલ થયા બાદ એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટના અધિકારીઓએ પોતાની ઓળખ જાહેર કરીને તેમની ધરપકડ કરી હતી.

અહેવાલો અનુસાર આ દલાલોને કેટલાક બેન્ક અધિકારીઓ સાથે સાઠગાંઠ હતી અને તેમની મારફતે જ જૂની નોટોને નવી નોટોમાં ફેરવવાનું તેઓ કામ કરતા હતા. હવે ઇડીના અધિકારીઓ આ દલાલો સાથે સાઠગાંઠ ધરાવનાર બેન્ક અધિકારીઓ પર ત્રાટકવાની તૈયારીમાં છે કે જેમની મદદથી કાળા નાણાંને સફેદ કરવાના ગોરખધંધા ચાલી રહ્યા છે.

૧૧થી ર૦ નવે. વચ્ચે રૂ.૧પ,૦૦૦ કરોડના ગોલ્ડ ઇમ્પોર્ટથી કાળું નાણું સફેદ થયું
નોટબંધી બાદ ગોલ્ડ ઇમ્પોર્ટના ડેટા દર્શાવે છે કે આ ટ્રેડ સાથે સંકળાયેલા કેટલાક એકમોએ કેટલાક બેન્કરો સાથે મળીને લોકોનું કાળું નાણું ગોલ્ડબાર અને જવેલરીમાં કન્વર્ટ કરવામાં મદદ કરી છે. ગોલ્ડ ઇમ્પોર્ટના નવેમ્બરના સત્તાવાર આંકડા હજુ જારી કરાયા નથી, પરંતુ ઉદ્યોગ સૂત્રોના જણાવ્યા મુજબ આ સમયગાળા દરમિયાન ૭ર ટન ગોલ્ડ આયાત કરવામાં આવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે પર ટન ગોલ્ડ એટલે કે રૂ.બે અબજ ડોલરનું (અંદાજે રૂ.૧પ,૦૦૦ કરોડ) ગોલ્ડ નોટબંધીની જાહેરાત બાદ એટલે કે ૧૧થી ર૦ નવેમ્બર દરમિયાન આયાત કરવામાં આવ્યું હતું. ૮ નવેમ્બરે નોટબંધીની જાહેરાત બાદ પ્રથમ દસ દિવસમાં જ દસ ટન ગોલ્ડ આયાત થયું હતું. જયારે મહિનાના છેલ્લા દસ દિવસમાં ૧૧ ટન ગોલ્ડ આયાત કરાયું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૧૦ નવેમ્બરથી પર ટન ગોલ્ડ ઇમ્પોર્ટ કરાયું હતું. તે બતાવે છે કે કાળા નાણાંને ગોલ્ડમાં કન્વર્ટ કરવાનું કામ કેટલાક બેઇમાન એકમોએ કર્યું હતું.

બાથરૂમમાંથી રૂ.પ.૭૦ કરોડ જપ્તઃ કર્ણાટકમાં સીબીઆઇના દરોડા
કર્ણાટકના ચિત્રદુર્ગમાં બાથરૂમમાંથી રૂ.પ.૭૦ કરોડની કેશ મળવાના મામલામાં ચાર બેન્ક કર્મચારીની બરતરફી કરવામાં આવી છે. તેમના પર એવો આક્ષેપ છે કે તેમણે પાછલે બારણેથી તેમણે રૂ.ર,૦૦૦ની નોટ દ્વારા જૂની નોટો બદલી આપી હતી. આ સંદર્ભમાં સીબીઆઇએ હવાલા ઓપરેટર વીરેન્દ્રની પણ ધરપકડ કરી છે.

વીરેન્દ્રના ઘરનાં બાથરૂમમાંથી રૂ.પ.૭૦ કરોડ જપ્ત કરવામાં આવ્યા હતા. સીબીઆઇએ કર્ણાટકમાં અનેક સ્થળોએ દરોડા પાડયા હતા. વીરેન્દ્રને ત્યાંથી રૂ.પ.૭૦ કરોડ ઉપરાંત ૩ર કિલો સોનાનાં બિસ્કિટ, દાગીના અને રૂ.૯૦ લાખની જૂની નોટ જપ્ત કરી હતી. બેન્ક અધિકારીઓ વિરુદ્ધ ગંભીર કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

You might also like