આઝમગઢમાં ફટાકડાની દુકાનમાં આગ લાગતાં સાતનાં મોતઃ ૧૮ ગંભીર રીતે દાઝ્યા

(એજન્સી) આઝમગઢ: ઉત્તર પ્રદેશના આઝમગઢ શહેરના મૂકેરીગંજ મહોલ્લા સ્થિત ફટાકડાની દુકાનમાં રવિવારે રાત્રે એકાએક આગ લાગતાં એક મહિલા સહિત સાતનાં મોત થયાં હતાં અને ૧૮ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. મકાનની છત પર કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે અને મૃતકોની સંખ્યા વધવાની દહેશત છે.

ફટાકડાની આ દુકાનમાં આગ લાગવાના સમાચાર મળતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ તાબડતોબ સ્થળ પર પહોંચી ગઇ હતી અને ફાયર બ્રિગેડે આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. પોલીસ અને પ્રશાસને રાહત અને બચાવની કામગીરી પણ હાથ ધરી હતી. આઝમગઢના ગીચ વિસ્તારમાં અડધો ડઝનથી વધુ ફટાકડાની દુકાન આવેેલી છે.

ખિલાડી ગુપ્તાના એક મકાનમાં લોખંડની સીડીનું વે‌િલ્ડંગ થઇ રહ્યું હતું ત્યારે આગની ‌િચનગારી ઘરના ચૂલા સુધી પહોંચી ગઇ હતી અને આગે ફટાકડા સાથે ગેસ સિલિન્ડરને પણ લપેટમાં લઇ લેતાં ઝડપથી ભીષણ આગ પ્રસરી ગઇ હતી. ઘરના લોકો ભાગીને બીજા રૂમમાં ભરાઇ ગયા હતા. ત્યારબાદ કલાકો સુધી ફટાકડા ફૂટતા રહ્યા હતા અને આગે ભીષણ સ્વરૂપ પકડી લીધું હતું.

સ્થાનિક લોકોએ અથાગ પ્રયાસો કરીને આગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું અભિયાન હાથ ધર્યું હતું, પરંતુ આગની ભયાનકતાને જોઇ તેમની પણ હિંમત તૂટી ગઇ હતી. ઠેર ઠેર બચાવો બચાવોની બૂમો સંભળાતી હતી. આગની ભયાનકતાને જોઇ સમગ્ર વિસ્તારમાં ભાગદોડ મચી ગઇ હતી. ફટાકડાના વિસ્ફોટના કારણે બે માળની ઇમારતની છત તૂટી પડતાં તેના કાટમાળ નીચે કેટલાક લોકો દટાઇ ગયા હતા. પ્રશાસને સાતનાં મોત થયાં હોવાના અહેવાલને સમર્થન આપ્યું હતું. આગથી ૧૮ કરતાં વધુ લોકો દાઝી ગયા છે, જેમને સારવાઅર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

divyesh

Recent Posts

જિઓ બની દેશની બીજા નંબરની સૌથી મોટી ટેલિકોમ કંપની

મૂકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિઓએ તેના લોન્ચિંગના અઢી વર્ષમાં જ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. યુઝર્સ બેઝના આધારે…

9 hours ago

વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ દેવતાઓની મૂર્તિ ક્યાં રાખવી?

ઘરમાં અને મંદિરમાં દેવી દેવતાઓની મૂર્તિઓ રાખવાની પરંપરા જૂના સમયથી ચાલતી આવી છે. મોટાભાગના લોકો ગણેશજી, લક્ષ્મીજી, બાળ ગોપાલની મૂર્તિઓ…

10 hours ago

દિવસે ભઠ્ઠીમાં ફેરવાતી બીટ ચોકીમાં પોલીસ કર્મચારી પગ મૂકતાંય ડરે છે

શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વધતી જાય છે. ત્યારે આવા માથાના દુઃખાવા સમાન ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે ટ્રાફિક પોલીસ…

11 hours ago

મ્યુનિ. કોર્પોરેશનના નાઇટ શેલ્ટરમાં કોઈ ફરકતું જ નથી

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ઘરવિહોણા લોકોને ધોમધખતા તાપ કે કડકડતી ઠંડી કે ભારે વરસાદ જેવા કુદરતી વિષમ સંજોગોમાં આશરો આપવા…

11 hours ago

ગુજકેટઃ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થાને લઇને ચકાસણી

લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાંની સાથે જ રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ પરીક્ષાની તારીખમાં વધુ એક વખત ફેરફાર કરવાની ફરજ…

11 hours ago

શહેરના હેરિટેજ સમાન ટાઉનહોલને નવ કરોડના ખર્ચે રિનોવેટ કરાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ટાઉનહોલને હવે વધુ સુવિધાસજ્જ અને અદ્યતન બનાવવાની તજવીજ હાથ ધરાઇ છે. બહુ ટૂંકા સમયમાં શહેરની મધ્યમાં…

11 hours ago