દોઢ વર્ષના બાળકને લઈ અડધી રાતે પિતા સાત હોસ્પિટલમાં ફર્યા, પણ…

મુંબઈ: કાલે સાંજે એક દોઢ વર્ષના બાળકને રમતાં રમતાં તેના પર હાથલારી પડતાં તેને છાતીમાં અાંતરિક રક્તસ્ત્રાત થયો. દોઢ વર્ષના શાબાશ અલીને લઈને તેના પિતા શૈતુ સાત-સાત હોસ્પિટલમાં ફર્યા, પરંતુ અા માસૂમને કોઈ પણ હોસ્પિટલે દાખલ ન કર્યો. શૈતુ પાસે પ્રાઈવેટ હોસ્પિટલમાં ભરવા જેટલી મોટી રકમ ન હતી. અા સમસ્યાઅે તેની મુશ્કેલીમાં બમણો વધારો કર્યો. અા સમય દરમ્યાન શાબાશઅલી બેભાન જ રહ્યો. અાખી રાત તેના પરિવારજનો તેને કૃત્રિમ શ્વાસોશ્વાસ અાપતા રહ્યા. અાખરે સાત કલાક બાદ શાબાશને બીજા પ્રયાસમાં સાયન હોસ્પિટલમાં દાખલ કરવામાં અાવ્યો.

પાંચ હોસ્પિટલ સાયન, નાયર, કેઇએમ, જે જે અેન વાડિયાના પીડિયાટ્રિક ઇન્ટેન્સિવકેર યુનિટમાં શબાશને દાખલ કરવા માટેની જગ્યા જ ન હતી. શૈતુ િવરારમાં છૂટક મજૂરી કરે છે. અામ છતાં તેણે દીકરાને સારવાર અપાવવા પ્રાઈવેટ હોસ્પિટલનો સંપર્ક કર્યો. તે સેવન હિલ્સ અને હોલી ફિયરિત જેવી હોસ્પિટલમાં ગયો. અા હોસ્પિટલમાં તેની સાથે ૫૦,૦૦૦થી ૬૦,૦૦૦ જેટલા રૂપિયા ડિપોઝિટ પેટે માગવામાં અાવ્યા. ત્યારબાદ શૈતુ શાબાશને લઈને ફરી સાયન હોસ્પિટલમાં ગયો. સવારે સાડા છ વાગે અન્ય એક પેશન્ટને રજા મળતાં શાબાશને દાખલ કરાયો. ફરજ પરના ડોક્ટરે જણાવ્યું કે શાબાશને હોસ્પિટલમાં દાખલ કરવામાં થયેલા િવલંબના લીધે તેની હાલત કથળી છે.

સેન્ટ જ્યોર્જ અને શતાબ્દી હોસ્પિટલે જણાવ્યું કે શાબાશની હાલત ગંભીર હતી અને તેમની પાસે પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેરની સગવડ નથી. શાબાશના કુટુંબ સાથે સૌથી ખરાબ વર્તન જે જે હોસ્પિટલે કર્યું. તેમણે શેતુ પાસે રાત્રે એક વાગે લખાવી લીધું કે હાલમાં હોસ્પિટલના પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેરમાં શાબાશને દાખલ કરવાની જગ્યા નથી અને કંઈ અજુંગતું બને તો હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફ જવાબદાર નથી.

સેવન હિલ્સ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટે જણાવ્યું કે જે દરદીને રાજીવ ગાંધી યોજના હેઠળની બીમારી ન હોય તેમને રોકડમાં ફી ચૂકવવાનું કહેવાય છે અથવા તેમણે સરકારી હોસ્પિટલમાં દાખલ થવું પડે છે.
http://sambhaavnews.com/

You might also like