વિસ્ફોટકો બનાવવામાં સાત ભારતીય કંપનીઅો કરી રહી છે ISને મદદ

લંડન: અાતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટને બોમ્બ સહિત વિસ્ફોટકો બનાવવામાં ભારતની સાત કંપનીઅો તરફથી મદદ મળી રહી છે. અા સાત ભારતીય કંપનીઅો સહિત ૨૦ દેશોની કંપનીઅોની એક યાદી જાહેર કરાઈ છે જે અાઈઅેસને વિસ્ફોટકો બનાવવામાં મદદ પહોંચાડી રહી છે.

ભારતની સાત કંપનીઅોઅે ૨૨ દેશોની યાદીમાં સામેલ છે જેના સામાનનો ઉપયોગ અાઈઅેસઅાઈઅેસ વિસ્ફોટકો બનાવવા માટે કરે છે. ‘કોર્નફ્લિક્ટ અાર્મમન્ટ રિસર્ચ’માં કહેવાયું છે કે તુર્કી, ભારત, બ્રાઝિલ અને અમેરિકા જેવા ૨૦ દેશોની ૫૧ કંપનીઅોઅે અેવા ૭૦૦થી વધુ ઉપકરણ બનાવ્યાં અને વેચ્યાં જેનો ઉપયોગ અાઈઅેસઅાઈઅેસઅે અાઈઈડી બનાવવા માટે કર્યો.

જો કે સાતે ભારતીય કંપનીઅોઅે અા અાક્ષેપોને ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે િવસ્ફોટકો, સામગ્રી અને ઉપકરણોને તેઅો તુર્કી કે લેબનાન મોકલતા નથી. બે કંપનીઅોઅે તેનું સમર્થન કર્યું છે કે ફ્યુઝ અને ડિટોનેટિંગ કોર્ડસનું સીધું એક્સપર્ટ થતું નથી પરંતુ ટ્રેડિંગના વચેટિયાઅો અને મર્ચન્ટ દ્વારા તેનું વેચાણ થાય છે. તેની સાથે કંપનીઅે એમ કહ્યું છે કે પ્રોડક્ટ અાખરે ક્યાં જાય છે અને તેનો ઉપયોગ કેવી રીતે થાય છે તેની જાણ તેમણે થતી નથી.

સીઅેઅારના એક નિવેદનમાં કહેવાયું છે કે અા લિસ્ટમાં તુર્કીની સૌથી વધુ ૧૩ કંપનીઅો છે ત્યારબાદ ભારતની સાત કંપનીઅો છે. અા ભારતીય કંપનીઅોઅે ડિટોનેટર, ડેટોનેટિંગ કોર્ડ અને સેફ્ટી ફ્યુઝનું નિર્માણ કર્યું. ભારતીય કાયદા હેઠળ અા પ્રકારની સામગ્રીનું સ્થાનાતંર કરવા માટે લાઇસન્સની જરૂર હોય છે. સીઅેઅારઅે કહ્યું કે ભારત પાસેથી અા સામગ્રીઅોને લેબનાન અને તુર્કી સ્થિત કંપનીઅોને સરકાર તરફથી જારી કરાયેલા લાઇસન્સ હેઠળ બનાવવામાં અાવી હતી.

રિપોર્ટ અનુસાર અાતંકી સમૂહ િરમોટ ડિટોનેશન માટે મોટાભાગે નોકિયા ૧૦૫ મોબાઈલનો ઉપયોગ કરે છે. તેમાં કહેવાયું છે કે બ્રાઝિલ, રોમાનિયા, રશિયા, લેધરલેન્ડ, ચીન, સ્વટઝર્લેન્ડ, અોસ્ટ્રિયાની કંપનીઅો પણ અા યાદીમાં સામેલ છે.

You might also like