પેન્શનર્સ હવે ઉમંગ એપ દ્વારા પ્રોવિડન્ડફંડના નાણા ઉપાડી શકશે

નવીદિલ્હી :  ટુંક જ સમયમાં મોબાઇલ એપ દ્વારા પીએફ ઉપાડી શકાશે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ)ટુંકમાં જ મોબાઇલ એપ ઉમંગ દ્વારા ક્લેમ સેટલ કરવાની તૈયારી કરી રહ્યું છે. લેબર મિનિસ્ટર બંડારૂ દત્તાત્રેયે જણાવ્યું કે ઇપીએફઓ પીએફ ક્લેમની એફ્લીકેશન ઓનલાઇન રિસિવ કરવા માટે ઓનલાઇન ક્લેમ સેટલમેન્ટ પ્રોસેસ પણ ડેવલપ થઇ રહ્યું છે.

તેનાંથી લગભગ 4 કરોડ મેંબર્સને ફાયદો થશે. લેબર મિનિસ્ટર બંડારૂ દત્તાત્રેયે કહ્યું કે ન્યૂ એજ ગવર્નસ માટે એપ્લીકેશનને યૂનીફાઇડ મોબાઇલ એપ સાથે જોડવામાં આવશે. જો કે મોબાઇલ એપ દ્વારા ક્લેમ સેટલમેન્ટ ચાલુ કરવા માટેની કોઇ ટાઇમ ફ્રેમન નક્કી કરવામાં નથી આવી.

ઇપીએફઓને વાર્ષિક 1 કરોડ અરજીઓ પીએફ વિડ્રોઅલ, પેંશન ફિક્સ કરવા અથવા ગ્રુપ ઇન્શ્યોરન્સ બેનિફિટ સેટલમેન્ટ રિસિવ કરવા માટે મળે છે. આ સેટલમેન્ટ મેન્યુઅલી કરવામાં આવે છે. ઇપીએફઓનાં એક સીનિયર અધિકારી અનુસાર 123 ફિલ્ડ ઓફીસમાંથી 110 ઓફીસ પહેલાથી સેન્ટ્રલ સર્વરથી કનેક્ટ કરવામાં આવી ચુક્યા છે.

ઓનલાઇન ક્લેમ સેટલ કરવાની ફેસિલીટી ચાલુ કરતા પહેલા તમામ ફિલ્ડ ઓફીસને સેન્ટ્રલ સર્વસ સાથે કનેક્ટ કરવી જરૂરી છે. લેબર મિનિસ્ટરે જણઆવ્યું કે ઇપીએફઓએ ટેક્નોલોજી અપગ્રેડ કરવા માટે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્યૂટિંગ, પુણેને ટેક્નિકલ કન્સલ્ટન્ટ તરીતે જોડ્યું છે.

ઉપરાંત ઇપીએફઓ પોતાનાં ત્રણ સેન્ટ્રલ ડેટા સેન્ટર દિલ્હી, ગુરૂગ્રામ, અને સિંકંદરાબાદમાં લેટેસ્ટ ઇક્વિપમેન્ટ લગાવી રહ્યું છે. અગાઉ પણ સેન્ટ્રલ પીએફ કમિશને કહ્યું હતું કે ઇપીએફઓ મે મહિનાથી ઓનલાઇન ક્લેમ સેટલ સર્વિસ ચાલુ કરવા માટેનું આયોજન કરી રહ્યું છે. ઇપીએફઓનો ટાર્ગેટ મેંબર્સનાં ઓનલાઇન એપ્લાઇ કરવાનાં 3 કલાકની અંદર પીએફ ક્લેમ સેટલ કરી દેવામાં આવશે અને ત્યાર બાદ પેમેન્ટ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

You might also like