તીસ્તાના ફ્રીજ બેંક એકાઉન્ટ મુદ્દે સુપ્રીમે ગુજરાત સરકાર પાસે માંગ્યો જવાબ

નવી દિલ્હી: સામાજિક કાર્યકર્તા તીસ્તા સીતલવાડના ફ્રીજ કરવામાં આવેલા બેંક એકાઉન્ટને લઇને સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પાસે જવાબ માંગ્યો છે. આ સાથે જ સોમવારે કેસની સુનાવણી બાદ કોર્ટે તીસ્તા સીતલવાડને ગુજરાત સરકારને અરજીની કોપી સોંપવા માટે કહ્યું છે. સુનાવણીની આગામી તારીખ 17 ઓગસ્ટ પર ટાળી દેવામાં આવી છે.

કોર્ટમાં સુનાવણી દરમિયાન તીસ્તા દ્વારા રજૂ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે ‘ગુજરાત પોલીસે તીસ્તાના બે પર્સનલ એકાઉન્ટ ઉપરાંત સિટીઝન ફોર જસ્ટિસ એન્ડ પીસ સંગઠનના બેંક એકાઉન્ટ પણ ફ્રીજ કરી દીધા છે, જ્યારે આરોપ સબરંગ ટ્રસ્ટ પર લાગેલ છે. સબરંગનું ખાતું પણ ફ્રીજ છે.’ તેના પર ગુજરાત સરકાર અદ્વારા કહેવામાં આવ્યું કે તેમને હજુ સુધી અરજીની નકલ મળી નથી.

મ્યૂઝિયમ માટે એકઠા કરેલા દાનમાં હેરાફેરી
તીસ્તા સીતલવાડા અને તેમના પતિ જાવેદ પર આરોપ છે કે 2002ના ગુજરાત રમખાણો દરમિયાન ગુલબર્ગ સોસાયટીમાં થયેલી તબાહીની યાદમાં મ્યૂઝિયમ બનાવવા માટે એકઠા કરવામાં આવેલા દાનમાં હેરાફેરી કરવામાં આવી. અમદાવાદમાં આ અંગે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

હાઇકોર્ટે ડિફ્રીજ કરવાની કરી હતી મનાઇ
આ મામલે ગુજરાત હાઇકોર્ટે બંનેના આગોતરા જામીન અરજી રદ કરી દીધી હતી, ત્યારબાદ તેમણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી. સુપ્રીમ કોર્ટે તેમને આગોતરા જામીન આપ્યા છે, ત્યારબાદથી આ કેસ ત્રણ સભ્યોવાળી પીઠની સુનાવણી માટે પેન્ડીંગ છે. આ પહેલાં ગુજરાત હાઇકોર્ટે તીસ્તા અને તેમના ટ્રસ્ટના ખાતાઓને ડિફ્રીજ કરવાની મનાઇ કરી દીધી હતી.

You might also like