સતત બીજા મહિને પણ સર્વિસ PMIમાં વધારો નોંધાયો

નવી દિલ્હી : ચાલુ વર્ષે માર્ચમાં સતત બીજા મહિને સર્વિસ સેક્ટરમાં વધારો નોંધાયો હતો. નિક્કેઇ ઇન્ડિયાનાં મંથલી સર્વે અનુસાર નવા વર્ક ઓર્ડર મળવા અને મોંઘવારી નરમ પડવાનાં કારણે આ ગ્રોથ નોંધાયો છે. માર્ચમાં નિક્કેઇ ઇન્ડિયા સર્વિસિઝ પર્ચેઝિંગ મેનેજર્સ ઇડેક્સ (પીએમઆઇ) માર્ચમાં 51.5 ટકા પર રહ્યું હતું. જે ફેબ્રુઆરીમાં 50.3 ટકા નોંધાયો હતો.

નિક્કેઇ ઇન્ડિયા સર્વિસિઝ બિઝનેસ ઇક્વિટી ઇન્ડેક્સનું લેવલ 50થી ઉપર ઘણુ અગત્યનું માનવામાં આવે છે. તે પોઝીટીવ સેંટીમેન્ટનું પ્રતિક છે. માર્ચ મહિનામાં થયેલો વધારો સતત બીજો મહિનાનો વધારો છે. આઇએચએસ માર્કેટની ઇકોનોમિસ્ટ પોલિયાનાં ડે લીમાનું કહેવું છેકે ભારતનાં પ્રાઇવેટ સેક્ટર ઇકોનોમી માર્ચમાં વિકાસ તરફ અગ્રેસર છે. તેમાં ડિમાન્ડ અને આઉટપુટમાં વધારાનો ફાયદો થયો છે.

નોટબંધી બાદ આવેલી સુસ્તીથી ભારત ઝડપી રીતે બહાર નિકળી રહ્યું છે. તેમાં જોબ ક્રિએશન પણ વધ્યું છે અને મોંઘવારીનું દબાણ પણ ઘટ્યું છે. નોટબંધીનાં ત્રણ મહિના બાદ ફેબ્રુઆરીમાં ઇન્ડિયા સર્વિસ સેક્ટરમાં ગ્રોથ નોંધાયો હતો. 8 નવેમ્બરે નોટબંધીની જાહેરાત થઇ હતી. ત્યાર બાદથી જાન્યુઆરી સુધીનાં આંકડાઓમાં સર્વિસ પીએમઆઇમાં સતત ઘટાડો નોંધાયો હતો.

નિક્કેઇ ઇન્ડિયાનાં સર્વે અનુસાર સર્વિસ સેક્ટરની કંપનીઓ દ્વારા આગામી 12 મહિનામાં પોતાની એક્ટિવિટી વધારવાનું અનુમાન છે. સર્વે અનુસાર પ્રાઇસનાં મુદ્દે વાત કરવામાં આવે તો માર્ચમાં સર્વિસ સેક્ટરની કંપનીઓની ઇનપુટ કોસ્ટમાં વધારો થયો છે. ત્યારે કેટલીક કંપનીઓએ પોતાનાં સેલિંગ પ્રાઇસમાં પણ વધારો કર્યો છે.

જેથી કહી શકાય કે નોટબંધીની અસરમાંથી અર્થતંત્ર ઝડપી રીતે રિકવરી કરી રહ્યું છે. જે પ્રકારનું ચિત્ર કેટલાક અર્થશાસ્ત્રીઓ દ્વારા રજુ કરવામાં આવતું હતું તેટલી ગંભીર અસર પડી નથી અથવા તો તે ઝડપી ઓસરી ગઇ છે.

નિક્કી ઇન્ડિયા અને પીએમઆઇ આઉટપુટ ઇન્ડેક્સ કે જે મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરનાં વધારા ઘટાડા પર નજર રાખે છે. તેણે ફેબ્રુઆરીમાં રહેલા 50.7નાં આંકડાને વધારીને 52.3 કર્યો છે. આ અર્થતંત્ર માટે એક પોઝીટીવ સાઇન માનવામાં આવે છે. જેના કારણે આગામી સમયમાં અર્થતંત્રને હજી પણ ઘણો ફાયદો થઇ શકે છે.

You might also like