કેશલેશ ટ્રાન્જેક્શનને લઇને મોટી જાહેરાત, 2000 રૂપિયા સુધીના પેમેન્ટ પર નહીં લાગે સર્વિસ ટેક્સ

નવી દિલ્હીઃ  કેશલેસ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન આપવા માટે સરકારે એક મોટી જાહેરાત કરી છે. હવે 2000 રૂપિયા સુધીના કાર્ડ પેમેન્ટ પર કોઇ પણ પ્રકારનો સર્વિસ ટેક્સ નહીં લાગે. એટલે કે ક્રેડિટ કાર્ડથી 2000 રૂપિયા સુધીનું પેમેન્ટ કરવા પર હવે નાગરિકોએ સર્વિસ ટેક્સ નહીં આપવાનો રહે.

ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 14 ટકા ટેક્સ વસૂલ કરવામાં આવતો હતો. આ રીતે 2000 રૂપિયા સુધીના કોઇ પણ પેમેન્ટ પર 280 રૂપિયા ચૂકવવા પડતા હતા. જે હવે ચૂકવવાના નહીં રહે. કાળાનાણા વિરૂદ્ધ ચાલેલી લડાઇમાં સરકાર રોકડ લેવડ દેવળની જગ્યાએ ડિજિટલ ટ્રાજેક્શનને પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે સરકાર ઓનલાઇન અને કાર્ડ પેમેન્ટના વિવિધ વિકલ્પો પર સુવિધાઓ અને આકર્ષણ ઉભુ કરવા માટે આ રીતના નિયમો અમલમાં મૂકી રહી છે. ત્યારે હવે 2000 રૂપિયા સુધીના પેમેન્ટ પર સર્વિસ ટેક્સમાંથી નાગરીકોને મુક્તિ આપી દીધી છે. જે સરકારનું એક મહત્વનું પગલું છે.

home

You might also like