Categories: India

માર્ચ મહિનામાં નિલામ થશે માલ્યાનું એરક્રાફ્ટ, સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટનો નિર્ણય

નવી દિલ્હી: સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા 535 કરોડ રૂપિયાની બાકી રકમ માટે માર્ચમાં શરાબના વેપારી વિજય માલ્યાના કિંગફિશર એરલાયન્સની નિલામી કરવામાં આવશે. મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લાગેલું કિંગફિશર એરલાયન્સના કોર્પોરેટ જેટ એરબસ એ319ના વેંચાણ માટે મુંબઇમાં આ વિભાગે ઓનલાઇન બોલી માટે નિમંત્રણ પાઠવી દીધા છે.

સર્વિસ ટેક્સ વિભાગના વિક્રય એજન્ટ, એમએસટીસી દ્વારા આ નિલામી 15 અને 16 માર્ચના રોજ આયોજિત કરવામાં આવશે. ઇ-નિલામીમાં ભાગ લેવાના આશરે 24 કલાક પહેલા બોલી લગાવનાર લોકો એરક્રાફ્ટથી જોડાયેલી તમામ જાણકારીઓ જેમ કે એરક્રાફ્ટની વિશેષતાઓ, એના સંબંધિક પેપર્સ વગેરે બાબતે પૂરી માહિતી વિભાગથી લઇ શકે છે.

આ નિલામીના દિશા નિર્દેશો હેઠળ એરક્રાફ્ટની નિલામીમાં સફળતા થયા બાદ આ નિલામી પ્રક્રિયાથી જોડાયેલા કોઇ પણ ટર્મ અને કન્ડિશન અથવા એરક્રાફ્ટથી જોડાયેલી કોઇ પણ બાબતો પર પ્રશ્નો ઉઠાવી શકાશે નહીં.

સંભવિત બીડર્સે 14 માર્ચ સુધી એમએસટીસીને વ્યાજ મુક્ત બોલી પહેલા એડવાન્સ પેમેન્ટ રજૂ કરવું પડશે.

ભારતીય બીડર્સ માટે EMD એડવાન્સ પેમેન્ટ 50 લાખ રૂપિયા રાખવામાં આવી હતી જ્યારે વિદેશીઓ માટે આ રકમ 75000 ડોલર છે. ગત વર્ષ માર્ચમાં વિભાગે બાંબે હાઇકોર્ટમાં દાખલ એક અરજીમાં દાવો કર્યો હતો કે સર્વિસ ટેક્સ બાબતે માલ્યાની કુલ વિવાદીત 535 કરોડ રૂપિયા રકમ છે. એમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે માલ્યાએ વિમાન યાત્રીઓ પાસેથી સર્વિસ ટેક્સના રૂપમાં મોટી રકમ લીધી પરંતુ સરકારી ખજાનામાં જમા કરી નહતી.

માલ્યાની કંપનીએ 17 બેંકો પાસેથી 9000 કરોડ રૂપિયા લીધા છે અને 2 માર્ચ 2016માં દેશ છોડી દીધો હતો.

Krupa

Recent Posts

રે મૂરખ મનવા, મહાભારતનું ગાન કર

પાંચમા વેદ મહાભારતને ઘરમાં રાખવા અને તેના પઠનને કોણે અને ક્યારે વર્જિત ગણાવ્યો છે? મહાભારતનું ગાન થતું ત્યારે લોકહૃદયમાં તેનાં…

6 hours ago

Ahmedabad: એક અનોખું આર્ટ એક્ઝિબિશન

અમદાવાદમાં સૌપ્રથમ વાર ચેપલની અંદર આર્ટ એક્ઝિબિશન કરવાનો અનોખો પ્રયાસ નીના નૈષધ- નીકોઇ ફાઉન્ડેશન તથા કોલકાતાના સિગલ ફાઉન્ડેશન દ્વારા કરવામાં…

6 hours ago

Public Review: ટોટલ ટાઈમપાસ ધમાલ ફિલ્મ

ફિલ્મમાં દરેક એક્ટર્સે સરસ પર્ફૉર્મન્સ આપ્યું છે. અજય દેવગણ,અનિલ કપૂરે પોતાની શાનદાર એક્ટિંગથી ફિલ્મનો ચાર્મ વધારી દીધો છે. માધુરી દીક્ષિત…

7 hours ago

24 કલાક પાણી મળતાં મળશે, અત્યારે હજારો શહેરીજનો ટેન્કર પર નિર્ભર

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: આગામી નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના રૂ. ૮૦૫૧ કરોડના બજેટને ભાજપના શાસકોએ 'મોર્ડન અમદાવાદ'નું બજેટ તરીકે જાહેર કર્યું છે.…

7 hours ago

બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટમાં પાંચ દિવસ સુધી સુધારો થઈ શકશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાતી ધો.૧૦ અને ધો.૧રની બોર્ડ પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી…

7 hours ago

IOC બિલ કૌભાંડની તપાસથી મુખ્ય રોડનાં કામ ખોરવાયાં

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: બે વર્ષ અગાઉ ચોમાસાના પહેલા રાઉન્ડના સામાન્ય વરસાદમાં આશરે રૂ.૪પ૦ કરોડના રોડને ઓછા-વધતા અંશમાં નુકસાન થતાં સમગ્ર…

7 hours ago