રિવરફ્રન્ટ પર સર્વિસ રોડ

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ કાંઠાના રસ્તાને સમાંતર સર્વિસ રોડ બનાવવાના ચક્રો ગતિમાન કરાયા છે.  પશ્ચિમ કાંઠે ગાંધીબ્રિજથી નહેરુબ્રિજ વચ્ચે ૧.રપ કિ.મી. લંબાઇ ધરાવતો સર્વિસ રોડ આશરે ૭ કરોડના ખર્ચે આકાર પામશે. આ સર્વિસ રોડ પર વધુ મજબૂત પેવર બ્લોક સાથે પાણી, ગટર, વરસાદી પાણીની લાઇન તેમજ સ્ટ્રીટ લાઇટ સહિતના કેબલ્સ ધરાવતી આરસીસીની ડક લાઇન બનાવાશે. આ માટેના ઇ-ટેન્ડર પ્રસિદ્ધ થઇ ચૂક્યા હોઇ આગામી તા.૧૬ ફેબ્રુઆરીએ પ્રિ-બીડ મિટિંગ પણ યોજાશે.

ગાંધીબ્રિજથી નહેરુબ્રિજ વચ્ચેના રિવરફ્રન્ટના પટ્ટામાં ભવિષ્યમાં નિર્માણ પામનારી કોમર્શિયલ બિલ્ડિંગોને ધ્યાનમાં રાખી સર્વિસ રોડ બનાવાશે. જેના કારણે આ બિલ્ડિંગોને પાણી, ગટર-લાઇટ સહિતની માળખાગત સુવિધાઓ પૂરી પાડી શકાશે તેમજ જે તે બિલ્ડિંગમાંથી વાહનચાલક સર્વિસ રોડના માધ્યમથી સર્વિસ રોડના રસ્તા પર આવી શકશે. નદી તરફથી પહેલા ગાંધીબ્રિજથી નહેરુબ્રિજ વચ્ચેના રિવરફ્રન્ટના બિલ્ડિંગ પછી સર્વિસ રોડ અને પછી રિવરફ્રન્ટના મુજબ રસ્તા તેવી ડિઝાઇનનો લાભ આગામી દિવસોમાં નાગરિકોને મળશે.

http://sambhaavnews.com/

You might also like