સર્વિસ ચાર્જ ન અાપવો હોય તો હોટલમાં જમો નહિઃ નેશનલ રેસ્ટોરાં એસોસિયેશન

નવી દિલ્હી: કેન્દ્રીય કન્ઝ્યુમર અફેર્સ મંત્રાલય દ્વારા ગઈ કાલે સર્વિસ ચાર્જ પર કરાયેલી જાહેરાત પર નેશનલ રેસ્ટોરાં એસોસિયેશન અોફ ઇન્ડિયાઅે પ્રતિ ક્રિયા અાપી છે. અેસોસિયેશનનું કહેવું છે કે જો ગ્રાહકોઅે સર્વિસ ટેક્સ ન ચૂકવવો હોય તો ખાવાનુંજ ન ખાય. સાથે સાથે અેસોસિયેશને અે પણ સ્પષ્ટ કર્યું છે કે રેસ્ટોરાં દ્વારા લગાવાતો સર્વિસ ચાર્જ સંપૂર્ણ રીતે ગ્રાહક કાયદા હેઠળ છે.

દેશ ભરની તમામ રેસ્ટોરાંનું પ્રતિનિધિત્વ કરનારી અા અેસોસિયેશનના અધ્યક્ષ રિયાઝ ચીમલાનીઅે જણાવ્યું કે ગ્રાહક કાયદા હેઠળ રેસ્ટોરાં દ્વારા ગ્રાહકો પર ખોટો સર્વિસ ચાર્જ લગાવવાનું કે જબરજસ્તી વસૂલવો સો ટકા ખોટી બાબત છે, પરંતુ સામાન્ય રીતે જે સર્વિસ ચાર્જ વસૂલાય છે તે મેન્યુ કાર્ડમાં સ્પષ્ટ લખેલો હોય છે.

તેમણે વધુમાં જણાવ્યું કે અા ચાર્જને એક સમાન રીતે સ્ટાફમાં વહેંચવામાં અાવે છે. તેમનું કહેવું છે કે અા તેમના બિલનો જ ભાગ છે, જેના પર રેસ્ટોરાં વેટ અને કર્મચારી ઇન્કમટેક્સ ચુકવે છે. સાથે તેમનું માનવું છે કે સર્વિસ ચાર્જ લેવાથી કેશ ટિપ પ્રચલન પણ બંધ થશે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રાલયે ગઈ કાલે સ્પષ્ટ કર્યું હતું કે કોઈ પણ કંપની હોટલ કે રેસ્ટોરાં ગ્રાહકો સાથે જબરજસ્તી સર્વિસ ચાર્જ ન વસૂલી શકે. કન્ઝ્યુમર અફેર્સ મિનિસ્ટ્રીઅે તમામ રાજ્ય સરકારોને કહ્યું કે તે કંપનીઅો હોટલ અને રેસ્ટોરાંને અા અંગે અાદેશ અાપે.
http://sambhaavnews.com/

You might also like