વજન કાબૂમાં રાખવું હોય તો ડાઈનિંગ ટેબલ પર સર્વિંગ બાઉલ નાનાં રાખો

728_90

ભોજન કેવી સાઈઝની ‌ડિશમાં લઈએ છીએ અને કયા બાઉલમાંથી લઈએ છીએ એ બંનેની અસર વ્યક્તિની ઈટિંગ સ્ટાઈલ પર પડે છે. ડાઈનિંગ ટેબલ પર તમે નાની સાઈઝનાં વાસણમાં ખાવાનું ભરીને પીરસો તો તમારું વજન કન્ટ્રોલમાં રાખવામાં મદદરૂપ થશે એવું બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવું છે.

પીરસવા માટે નાનાં બાઉલ વાપરવાથી કેલરી ઈન્ટેકમાં ૧૬થી ૨૯ ટકા જેટલો ઘટાડો રોજનો થઈ શકે છે. એનાથી રોજની ૨૭૯થી ૫૨૭ કેલરી ઓછી પેટમાં જાય છે. ઓવરઈટિંગ કરવાથી હાર્ટ ડિસીઝ, ડાયાબિટીસ અને કેન્સર જેવા રોગો થાય છે, જે લાંબા ગાળે સ્વાસ્થ્ય બગાડે છે.

You might also like
728_90