વિલિયમ્સ સિસ્ટર્સની ટક્કર : સેરેના વિલિયમ્સે જીત્યુ 23મુ ગ્રાન્ડ સ્લેમ

વોશિંગ્ટન: સેરેના વિલિયમ્સે વર્ષનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનનાં સિંગલ્સનું ટાઇટલ પોતાના નામે કર્યું છે. ફાઇનલ મેચમાં તેણે પોતાની મોટી બહેન વિનસ વિલિયમ્સને 6-4, 6-4થી સીધા સેટોમાં હરાવી દીધી હતી. સેરેનાએ પોતાની કારકિર્દીનો 23મો ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સનું ટાઇટલ જીત્યું છે.

સેરેના વિલિયમ્સના નામે હવે 23 ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઇટલ થઇ ગયા છે. તેણે ગ્રાન્ડ સ્લેમ જીતવાનાં મુદ્દે જર્મનીની પુર્વ ટેનિસ સ્ટાર સ્ટેફી ગ્રાફ (22 ટાઇટલ) જીતવાનો રેકોર્ડ તોડી દીધો છે. સેરેના હવે આ ઓપનની સૌથી સફળ ખેલાડી બની ગઇ છે.

બીજી તરફ સૌથી વધારે ગ્રાન્ડ સ્લેમ જીતવાનાં મુદ્દે પણ તે બીજા નંબરે પહોંચી ચુકી છે. ઓસ્ટ્રેલિયાની માર્ગરેટ કોર્ટ કરતા એક ટાઇટલ પાછળ છે. માર્ગરેટ અત્યાર સુધીમાં 24 ટાઇટલ જીતી ચુકી છે. સેરેના પોતાની કારકિર્દીનું 7મું ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ જીતી છે.
આ મેચ દરમિયાન બંન્ને વચ્ચે 8 વર્ષ બાદ કોઇ ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં સામ સામે આવી હતી. બંન્ને વચ્ચે અત્યાર સુધીમાં ગ્રાન્ડ સ્લેમની 9 ફાઇનલ મેચ થઇ છે. જેમાં સેરેના 7 અને વિનસ માત્ર 2 જ મેચ જીતી શકી છે.

You might also like