ત્રણ મહિનાની પુત્રીના દાંત ફૂટ્યાઃ પરેશાન સેરેનાએ પ્રશંસકોની મદદ માગી

વિશ્વની ભૂતપૂર્વ નંબર વન ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ હાલ પોતાની ત્રણ મહિનાની પુત્રીને દાંત ફૂટવાથી પરેશાન થઈ છે. તેણે આ પરેશાની પોતાના પ્રશંસકો સાથે સોશિયલ મીડિયામાં શેર કરી અને સાથે જ એક મદદ માગી છે.

ગત સપ્ટેમ્બરમાં માતા બનેલી સેરેનાએ કહ્યું કે, ”દીકરીને આવી તકલીફમાં જોવી એ દુઃખ દુખાવનારું છે.” સેરેનાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની પુત્રીની એલેક્સિસ ઓલિમ્પિયા ઓહબાનિયની તસવીર પોસ્ટ કરતાં લખ્યું, ”દાંત આવવા મતલબ રાક્ષસ… આ બહુ જ મુશ્કેલ છે. બિચારી એલેક્સિસ ઓલિમ્પિયા બહુ જ વિચલિત છે. તે ક્યારેય રડતી નથી, પરંતુ અત્યારે રડી રડીને તેના હાલ બહુ જ ખરાબ થયા છે. તે ઊંઘી જાય ત્યાં સુધી મારે તે ગોદમાં લેવી પડે છે. મેં અંબર બીડ્સનો ઉપયોગ કર્યો, ઠંડા ટુવાલ રાખ્યા, હોમિયોપેથિક પાણી પણ આપ્યું… પરંતુ કંઈ કામ કરી રહ્યું નથી. હું બહુ જ પરેશાન છું.

You might also like