સેરેનાએ રેડ્ડિટના સહસ્થાપક એલેક્સિસ સાથે સગાઈ કરી

ન્યૂયોર્કઃ અમેરિકન ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સે સોશિયલ મીડિયા વેબસાઇટ રેડ્ડિટ પર જાહેરાત કરી છે કે તેણે રેડ્ડિટના સહસ્થાપક એલેક્સિસ ઓહાનિયમ સાથે સગાઈ કરી લીધી છે. સેરેનાએ રેડ્ડિટ પર એક કવિતા પોસ્ટ કરીને પોતાની સગાઈ અંગેની જાણકારી આપી છે.

સેરેનાએ લખ્યું છે, ”એલેક્સિસ મને રોમ લઈ ગયો, જ્યાં હું તેને પહેલી વાર મળી હતી. એલેક્સિસે મને અહીં જ લગ્ન માટે પ્રપોઝ કર્યું અને મેં તરત જ હા પાડી દીધી.” આ વર્ષ સેરેના માટે ખાસ રહ્યું છે, કારણ કે આ વર્ષે તેણે સાતમો વિમ્બલ્ડન સિંગલ ખિતાબ જીત્યો અને ૨૨મો ગ્રાન્ડ સ્લેમ સિંગલ ખિતાબ પણ પોતાના નામે કર્યો. આમ છતાં તે રેન્કિંગમાં ટોચના સ્થાનેથી સરકીને બીજા સ્થાને પહોંચી ગઈ.

રેડ્ડિટ એક સોશિયલ મીડિયા મંચ છે, જ્યાં યુઝર્સ કોઈ ખાસ વિષય કે સમાચાર ગ્રૂપમાં પોતાના વિચાર રજૂ કરી શકે છે. રેડ્ડિટ પર લગ્નના પ્રસ્તાવો અંગે કહાણીઓ શેર કરનારા ગ્રૂપ ‘આઇસેડયસ’માં સેરેનાએ લખ્યું કે, ” એલેક્સિસ મને રોમમાં એ જ મેજ પર લઈ ગયો હતો, જ્યાં પહેલી વાર અમારી મુલાકાત થઈ હતી અને પોતાના ઘૂંટણ પર બેસીને એલેક્સિસે મને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.” આઅંગે એક રેડ્ડિટ યુઝરે લખ્યું, ”સ્કોર લવ-લવ થયો.”
http://sambhaavnews.com/

You might also like