સપ્ટેમ્બરથી હોલમાર્કિંગ ફરજિયાત પરંતુ રાજ્યમાં માત્ર ૩૪ સેન્ટર!

અમદાવાદ: સોનાની જ્વેલરીમાં કારોબારમાં મોટા પાયે છેતરપિંડી આચરવામાં આવતી હોય છે. જેમાં જ્વેલરી ખરીદનાર ગ્રાહકોને ઊંચા કેરેટનો સોનાનો ભાવ લઇને નીચા કેરેટની જ્વેલરી પધરાવી દેવામાં આવતી હોય છે. પરંતુ સરકાર હોલ માર્કિંગના નિયમને ફરજિયાત બનાવવાની તૈયારીઓ કરી રહી છે. બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ, ૨૦૧૬ દ્વારા નક્કી કરવામાં આવેલ સોના અને ચાંદીની જ્લેવરીની શુદ્ધતાવાળું હોલ માર્કિંગ ફરજિયાત બનાવાશે. સરકાર સપ્ટેમ્બર કે તે પહેલાં એક વટ હુકમ પાડી શકે છે. આમ આગામી દિવસોમાં જ્લેવર્સની મુશ્કેલીમાં વધુ એક વધારો થઈ શકે છે.

સરકારે સોના ચાંદીની જ્લેવરી માટે હોલ માર્કિંગનો કાયદો ફરજિયાત બનાવવાની સાથે સાથે નિયમનો ભંગ કરનારને પેનલ્ટી લગાવવાની જોગવાઈ કરી શકે છે. હોલ માર્કિંગ સંબંધિત નવા નિયમમાં જ્વેલર્સ જે જ્વેલરીનું વેચાણ કરે તેનું શુદ્ધતાનું સર્ટિફિકેટ હોવું જોઈએ.

જોકે, સરકાર હોલ માર્કિંગનો નિયમ દેશભરમાં તબક્કાવાર લાગુ કરી શકે છે. શરૂઆતમાં મોટા શહેરોમાં તેની અમલવારી ફરજિયાત કરી શકે છે. ત્યાર બાદ જિલ્લા અને નાના શહેરોમાં નિયમ અમલી બનાવાય. સ્થાનિક જ્વેલર્સ એસિસોએશનના અગ્રણીના જણાવ્યા પ્રમાણે શહેરમાં હોલમાર્કિંગ સેન્ટરો ઓછા છે. તો તેની સામે મોટા તથા મધ્યમકક્ષાના  જ્વેલરી શોપ એક અંદાજ મુજબ દસ હજારથી વધુ છે સરકાર દ્વારા હોલમાર્કિંગનો નિયમ ફરજિયાત બનાવાય તો જ્વેલર્સની મુશ્કેલમાં વધારો થઈ શકે છે.

રાજ્યમાં માત્ર ૩૪ બીઆઈએસ સેન્ટર
રાજ્યમાં માત્ર ૩૪ ઓથોરાઈઝ બીઆઈએસ સેકટર આવેલાં છે. જેમાંનાં મોટા ભાગનાં અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવાં શહેરોમાં છે. ત્યારે સરકાર જ્લેવરી ઉપર ફરજિયાત હોલ માર્કિંગનો નિયમ બનાવે તો જ્વલર્સની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.

You might also like