શહીદ સિપાહી સુધીશનાં પિતાએ કહ્યું CM આવે પછી જ અંતિમ સંસ્કાર

સંભલ : રવિવારે પાકિસ્તાનના સંધર્ષ વિમાર ભંગમાં શહીદ સિપાહી સુધીશ કુમારનો પાર્થિવ દેહ મંગળવારે તેમના વતન પહોંચશે. આ પહેલા તેમના પિતા ધર્મપાલે અંતિમ સંસ્કાર કરવાનો ઇન્કાર કરી દીધો છે ધર્મપાલે કહ્યું કે જ્યા સુધીમુખ્યમંત્રી અખિલેશ યાદવ નહી આવે ત્યા સુધી અંતિમ સંસ્કાર નહી કરવામાં આવે.

મંગળવારે જમ્મુમાં શહીદ સિપાહી સુધીશ કુમારને અંતિમ સલામી આપવામાં આવી હતી. સેનાના ઉચ્ચ અધિકારીઓએ સિપાહી સુધીશને પુષ્પચક્ર અર્પિત કરીને અંતિમ સલામી આપી હતી. મંગળવારે તેમનો પાર્થિવ દેહ વતન પંસુખા ખાતે પહોંચાડવામાં આવ્યો હતો. પિતાના અનુસાર પુત્રના વિયોગનું દુખ છે પરંતુ તેઓને ગર્વ છે કે પુત્ શહીદ થયો છે.

પરિવારની માંગ છે કે વળતર મળવું જોઇએ. અખિલેશ સરકાર દ્વારા તેમના પરિવારની સાથે પક્ષપાત થઇ રહ્યો હોવાનો પણ આરોપ છે. જો અખિલેશ યાદવ સંભલ જઇ શકે તો સંભલ કેમ ન આવી શકે.

You might also like